5,000થી વધુ ફૂડ પેકેટ તૈયાર: બપોર સુધીમાં 243થી વધુ લોકોનું સ્થળાંતર, સાંજ સુધીમાં સ્થળાંતરની કામગીરી કરાશે પૂર્ણ: મહાકાય હોર્ડિંગ્સ બોર્ડ ઉતારવા પાંચ ક્રેઇન કામે લગાડાઇ: 16મી સુધી કોર્પોરેશન એલર્ટ રહેશે
બીપરજોય વાવાઝોડા સામે કોર્પોરેશન તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા 3,000થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાંજ સુધીમાં તમામને સલામત સ્થળે ખસેડી દેવામાં આવશે. બીજી તરફ જાનમાલની હાનિ સર્જે તેવા મહાકાય હોર્ડિંગ્સ બોર્ડને ઉતારવા માટે પાંચ ક્રેઇનોને કામે લગાડી દેવામાં આવી છે. કાલે સાંજથી શહેરમાં 80 થી 100 કિ.મી.ના ઝડપે પવન ફૂંકાવાની દહેશત જણાઇ રહી છે. શહેરીજનોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા પણ ઇન્ચાર્જ મ્યુનિ.કમિશનર અનિલ ધામેલીયા દ્વારા અપિલ કરવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે શહેરના નદીકાંઠા વિસ્તાર જેવા ભગવતીપરા, રામનાથ પરા, લલુડી વોંકળી સહિતના 27 વિસ્તારોમાં વસવાટ કરતા આશરે 3,000 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જો કોઇ લોકો તેઓના સગા-સંબંધીઓને ત્યાં જવા માંગતા હોય તો તેઓને જવા દેવામાં આવે છે. શાળા અને કોમ્યુનિટી હોલ ખાતે લોકોને રાખવામાં આવી રહ્યા છે. વિવિધ સેવાકીય સંસ્થાઓના માધ્યમથી 5,000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. બપોર સુધીમાં 243 લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. જ્યારે સાંજ સુધીમાં સ્થળાંતરની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે. આટલું જ નહિં અત્યાર સુધીમાં 3,222થી વધુ હોર્ડિંગ્સ બોર્ડ અને બેનરો ઉતારી લેવામાં આવ્યા છે. જયારે ખાનગી એજન્સી દ્વારા 95 હોર્ડિંગ્સ બોર્ડ ઉતારાયા છે. મોટા બેનરો ઉતારવા માટે પાંચ ક્રેઇનની મદદ લેવામાં આવી રહી છે. વોર્ડ ઓફિસરો પોતાના એરિયામાં જર્જરિત મકાનો પર સતત
કોર્પોરેશનની 122 ટીમો સ્ટેન્ડ ટુ
કાલથી બે દિવસ 405 ક્ધસ્ટ્રકશન સાઇટ બંધ રહેશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે સાવચેતીરૂપે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે જેમાં જુદી જુદી શાખાઓ અલગ-અલગ જવાબદારીઓ નિભાવી રહી છે. જાન-માલને નુકશાન થતું અટકાવવા માટે ઉચાઇ પર રહેલા હોર્ડિંગ ઉતરાવવા, મકાનની છત પર રહેલા પતરા ઉતરાવવા, વોર્ડ વાઈઝ ભયગ્રસ્ત બાંધકામોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા, સ્થળાંતરિત થનાર લોકો માટે આશ્રય અને ફૂડ પેકેટ્સની વ્યવસ્થા, વોર્ડ વાઈઝ ટેકનીકલ સ્ટાફની ક્વિક રિસ્પોન્સ ટીમને તૈનાત કરવા તેમજ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે જવા અંગેની જરૂરી માહિતી આપવા માટે માઈક દ્વારા એનાઉન્સમેન્ટ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી / કર્મચારીઓની કુલ 122 ટીમોની રચના કરી ફીલ્ડ વર્ક માટે તૈનાત કરી દેવામાં આવેલ છે. તા. 14 અને તા. 15 જુનના રોજ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની 92 પ્રાથમિક શાળાઓ અને કુલ 364 આંગણવાડીઓ બંધ રાખવામાં આવશે.એસ્ટેટ શાખા અને દબાણ હટાવ શાખા દ્વારા હાલ 3222 બોર્ડ / બેનરો ઉતારી લેવામાં આવ્યા છે