અમેરિકા બાદ હવે યુકે દ્વારા પણ ટેકો જાહેર કરાતા એનએસજીમાં ભારતનો પ્રવેશ સરળ
ન્યુકલીયર સપ્લાયર ગ્રુપ (એનએસજી)માં ભારતનો સમાવેશ કરાવવા યુકે દ્વારા બિનશરતી ટેકો જાહેર કરવામાં આવ્યો છે. એનએસજીમાં પ્રવેશ માટે ભારત પુરતી લાયકાત ધરાવતું હોવાનું યુરોપે કહ્યું છે.
તાજેતરમાં ભારતીય વિદેશ મંત્રાલય અને યુકેના કોમનવેલ્થ ઓફિસના અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં ભારત આંતરરાષ્ટ્રીય કાયદા અને શાંતિ જાળવવા માટે મહત્વનું હોવાની વાત વ્યકત થઈ હતી. અમેરિકા બાદ હવે યુરોપ પણ એનએસજીમાં પ્રવેશ મુદ્દે ભારતની પડખે ઉભુ રહેતા વૈશ્વીક રાજકારણમાં નવો વણાંક આવે તેવો ઘાટ સર્જાયો છે.
એનએસજીમાં ભારતના પ્રવેશ સામે ચીન વારંવાર વિરોધ કરતું રહ્યું છે. પાકિસ્તાનનો મુદ્દો આગળ ધરી ચીન ભારતના પ્રવેશને અટકાવે છે. જો કે, હવે યુકે સહિતના દેશો એનએસજીમાં ભારતના પ્રવેશ મુદ્દે ટેકેદાર રહેતા ભારત માટે રસ્તો સાફ થયો છે. યુકે દ્વારા ભારતના પ્રવેશને બિનશરતી ટેકો જાહેર કરાયો હોવાની વાત આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સૌથી મોટી ગણાય છે.જો કે, ભારતને બિનશરતી ટેકો જાહેર કર્યા બાદ ભારત સરકાર પ્રોહિબીશન ઓફ કેમીકલ વેપન્સ (ઓપીસીડબલ્યુ)ના ૨૪ સભ્યોના ગ્રુપમાં રશિયા સાથે મળી વિરોધ કરી રહ્યું હોવાથી યુકે સહિતના દેશ મુંજારો અનુભવી રહ્યાં છે. અલબત ભારત આ મુદ્દે પોતાના વિચાર બદલશે તેવી યુકેને અપેક્ષા છે.