‘ચિપ’ એટલી ‘ચિપ’ નથી..!!
અબતક, નવીદિલ્હી
વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં હવે લગભગ દરેક ઉપકરણોથી લઈને વાહનો માટે અતિ આવશ્યક એવા સેમિકન્ડક્ટરચિપ્સ ની અછત અને તેને સંલગ્ન સમસ્યાઓના નિવારણ માટે ભારત સહિત સમગ્ર વિશ્વના દેશો દ્વારા સેમિકન્ડક્ટર ની ઉપલબ્ધિ અંગે લાંબાગાળાની રણનીતિ પર કામ કરવા કવાયત હાથ ધરી છે,અત્યારની પરિસ્થિતિમાં સેમિકન્ડક્ટરમાટે ચીન કોરિયા જાપાન જેવા આંગળીના વેઢે ગણાય એટલાં જ દેશો પર સમગ્ર દુનિયાને નિર્ભર રહેવું પડે છે ,ગયા વર્ષે જ અનેક વાહનો અને મોટર બનાવતી કંપનીઓને માતૃ ચિપ્સ ના અભાવે હજારોની સંખ્યામાં તૈયાર વાહન ડીલેવરી ના વાકે શો રૂમ માં રાખવાની ફરજ પડી હતી, વાહનો ટીવી ફ્રિજ વોશિંગ મશીન એરક્ધડીશન થી લઈને વેન્ટિલેટર અને ગેમ કાઉન્સિલમાં પણ સેમિક્ધડક્ટર વગર ચાલતું નથી
ત્યારે કુદરતી ગેસની અછત અને યુરોપ દ્વારા રશિયા પર ઉર્જા અંગેની નિર્ભરતા ઘટાડવા માટે હાથ ધરેલી કવાયતના ભાગરૂપે યુરોપિયન યુનિયનના 27 રાષ્ટ્રો દ્વારા હવે સેમિકન્ડક્ટર ના ઉત્પાદનની નિર્ભરતા માટે ગંભીરપણે વિચારવાનું શરૂ કરી દીધું છેઅત્યારે આધુનિક ટેકનોલોજી ના યુગમાં વિકાસની રેસમાં સેમિકન્ડક્ટર મુખ્ય ધરી બની ગઈ છે યુરોપિયન સંઘના પ્રમુખ ઉષાલા મેન્ડર એ જણાવ્યું હતું કે યુરોપિયન સંઘ દ્વારા સેમિકન્ડક્ટર ના ઉત્પાદન અંગેની રણનીતિ પર આગળ વધવામાં આવશે અમેરિકાના પ્રમુખ જો બીડને 52 બિલિયન અમેરિકન ડોલર હું ભંડોળ સેમિકન્ડક્ટર ના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે આ રહ્યું છે ત્યારે યુરોપિયન સંઘ પણકોવિદ કટોકટી અને આર્થિક પડકારો ના આ સમયમાં યુરોપિયન દેશોમાં સેમિકન્ડક્ટર ની અછત ન સર્જાય તે માટે સેમિકન્ડક્ટર નું ઉત્પાદન કરવા માટે કોઈપણ પગલા લેવા માટેની તૈયારી દર્શાવી યુરોપિયન સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વએ કોરોના મહામારી જેવી ગંભીર અને પડકારજનક પરિસ્થિતિનો સામનો કર્યો છે.
હવે જ્યારે વધુ ઉત્પાદન અને ખાસ કરીને વાહનો અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો ની માંગ વધી છે ત્યારે માત્ર ને માત્ર ચિપ્સના અભાવે ઔદ્યોગિક ઉત્પાદન અને ખાસ કરીને વેપારને અસર થાય તેવી પરિસ્થિતિ ન સમજાવી જોઈએ સેમિકન્ડક્ટર ભલે એક નાનકડી એવી ચિપ છે પરંતુ તેનાથી ઔદ્યોગિક ઉત્પાદન ની વૈશ્વિક માંગ અને પુરવઠા સાકરને અસર થાય છે દ્વારા આગામી દિવસોમાં અને ખાસ 2030 સુધીમાં સેમિકન્ડક્ટર ના ઉત્પાદનમાં 20 ટકા સુધીનો વધારો કરવાનું લક્ષ્ય કરી છે અને 17 બિલિયન ડોલર ના ભંડોળથી યુરોપિયન યુનિયનના બજેટમાં સેમિકન્ડક્ટર ના ઉત્પાદન વધારવા નું આયોજન કર્યું છે આગામી દિવસોમાં પોતાના સંઘના દેશોમાં સેમિકન્ડક્ટર ના ઉત્પાદન નું પ્રમાણ વધારશે જાપાનની જેમ યુરોપિયન સંઘના અન્ય દેશો પણ સેમિકન્ડક્ટરર માટે આત્મનિર્ભર બનશે આગામી દિવસોમાં ભારત માટે પણ ઔદ્યોગિક ઉત્પાદન અને ખાસ કરીને વાહન ઉદ્યોગ અને ઇલેક્ટ્રોનિક આઈટમ ઓ.મા ઉત્પાદન સમયસર મળી રહે તે માટે ચિપ્સ બનાવવી જરૂરી છે અત્યારે ભારત સહિતના ઉદ્યોગો ઉત્પાદક દેશો ને ચીન તાઈવાન કોરિયા જેવા દેશો પર સેમિકન્ડક્ટર માટે નિર્ભર રહેવું પડે છે કે હવે આ પર નિર્ભરતા દૂર કરવા કમર કસી છે.
સેમિકન્ડક્ટર છે શું ?
સેમિકન્ડક્ટર એટલે કે ચિપ્સ તમામ પ્રકારના હાઇબ્રીડ વાહનો ઇલેક્ટ્રોનિક ઉપકરણો થી લઈને વેન્ટિલેટર સુધી ચીજવસ્તુઓમાં જરૂરી છે પરંતુ ખૂબ જ નજીવા ઘરે વેચાતી આ ચીપ્સ ખાસ ઉત્પાદન કરવી પોષાય તેમ નથી ભારત જેવા વિકસિત દેશો મા આંતર માળખાકીય સુવિધાના અભાવે વર્ષોથી કોરીયા ચીન જાપાન જેવા દેશો પાસેથી ચિપ્સ મંગાવવામાં આવે છે જો ભારતમાં સેમિક્ધડક્ટર ના ઉત્પાદન માટે ઉદ્યોગોને ફેલાઈ જેવી સરકારી પ્રોત્સાહન યોજના મળે તો ભારતમાં પણ સેમિકન્ડક્ટરનું ઉત્પાદન થઈ શકે…