ભારતનો ઓપ્ટિકલ ફાઇબર કેબલ ઉદ્યોગ વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યો છે. પણ તેના માટે હવે માઠા સમાચાર આવ્યા છે. યુરોપિયન દેશોમાં ઓપ્ટિકલ ફાઇબર ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી ઝીંકવાની તૈયારીઓ ચાલી રહી છે. જેને પગલે નિકાસકારો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.
યુરોપિયન કમિશને યુરોપમાં નિકાસ કરતા ભારતીય ઓપ્ટિકલ ફાઈબર કેબલ ઉત્પાદકો પર 8થી 11.4 ટકા એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવાની દરખાસ્ત કરી છે. સ્ટરલાઇટ ટેક્નોલોજીસ, બિરલા કેબલ્સ, યુનિવર્સલ કેબલ્સ, વિંધ્યા ટેલિલિંક્સ અને અન્ય કંપનીઓ આ ડ્યૂટીનો સામનો કરવા માટે મુંઝવણમાં મુકાઈ ગઈ છે.
સ્ટરલાઈટ ટેક્નોલોજી અને તેની પેટાકંપની સ્ટરલાઈટ ટેક કેબલ સોલ્યુશનને સૌથી વધુ 11.4% ડ્યુટીનો સામનો કરવો પડી શકે છે, ત્યારબાદ બિરલા કેબલ્સ, યુનિવર્સલ કેબલ્સ અને વિંધ્યા ટેલીલિંકને 8.7% ડ્યુટી સહન કરવી પડી શકે છે. જ્યારે 14 જૂનની યુરોપિયન કાઉન્સિલના નોટિફિકેશન મુજબ, ઝેડટીટી ઇન્ડિયા, યુએમ કેબલ્સ, અક્ષ ઓપ્ટિગાઈબર, અપાર ઇન્ડસ્ટ્રીઝ, પોલિકેબ ઇન્ડિયા અને એબરડેર ટેક્નોલોજીસ સહિત અન્ય સંકળાયેલ કંપનીઓ પર 9.9% નો દંડ લાદવામાં આવી શકે છે. અધિકારીઓનું માનવું છે કે ટેક્સ લાદવા અંગેનો અંતિમ નિર્ણય આગામી છ મહિના દરમિયાન ઉદ્યોગ પરામર્શ અને કાયદાકીય પ્રક્રિયાઓ પર નિર્ભર રહેશે.
એસટીએલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની યુરોપિયન યુનિયન સત્તાવાળાઓ સાથે રચનાત્મક રીતે વાટાઘાટ કરી રહી છે અને, “તે સ્પષ્ટ કરવું અગત્યનું છે કે આ પ્રક્રિયાનો પ્રારંભિક તબક્કો છે જે પછી ઊંડાણપૂર્વક પરામર્શ અને સમીક્ષા પ્રક્રિયા દ્વારા અનુસરવામાં આવશે.ઈટાલીમાં ઓપ્ટિકલ ફાઈબર કેબલ અને ઓપ્ટિકલ કનેક્ટિવિટી મેન્યુફેક્ચરિંગ સાથે, અમે બે દાયકાથી યુરોપિયન પ્રદેશમાં વિશ્વસનીય ભાગીદાર છીએ, અમારા દેશની ફાઈબરાઈઝેશન મહત્વાકાંક્ષાઓને આગળ વધારવા માટે સ્થાનિક સેવા પ્રદાતાઓ સાથે નજીકથી કામ કરીએ છીએ,”
નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ” એચએફસીએલ લિમિટેડ અને એચટીએલ લિમિટેડ સહિત, જેમના માટે કોઈ ડમ્પિંગની સ્થાપના કરવામાં આવી નથી તેવ જૂથ ઉત્પાદકો પર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાગુ થશે નહીં.
વાણિજ્ય વેપાર મંત્રાલયના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2024 માટે ભારતની ઓપ્ટિક ફાઇબર કેબલની નિકાસ આશરે રૂ.39,600 કરોડ હતી. જેમાંથી લગભગ અડધી સ્પેન, નેધરલેન્ડ, પોલેન્ડ, ઇટાલી અને ચેક રિપબ્લિક સહિતના મોટા યુરોપિયન દેશોમાં નિકાસ કરવામાં આવી હતી. યુરોપ અને યુ.એસ.માં ફાઈબર-ટુ-હોમ અને 5જી કનેક્ટિવિટીની વૃદ્ધિ ઝડપી છે તે જોતાં, આ સમયે ભારતની નિકાસ માટે બન્ને દેશો આકર્ષક બજારો છે.
તેમણે કહ્યું કે એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવાથી ભારતીય કંપનીઓની નિકાસની કિંમત યુરોપિયન ઉત્પાદકો જેટલી થઈ જશે. આનાથી યુરોપિયન બજારોમાં ભારતીય કંપનીઓ માટે વેપારની તકો ઓછી થશે.
ભારતીય પ્રોડક્ટની આયાત ઉપર યુરોપિયન યુનિયનની 8થી 11.4 ટકાનીડ્યુટી લગાવવાની દરખાસ્ત : ઉદ્યોગને મોટો ફટકો પડવાની દહેશત