શિકના શાનદાર પ્રદર્શને રિપબ્લિકને અપાવી શાનદાર જીત
યુરોકપ દિનપ્રતિદિન વધુ રોમાંચક બનતું જઈ રહ્યું છે. એક પછી એક મેચમાં નવા નવા વળાંક આવી રહ્યા છે. ત્યારે યુરોકપના ત્રીજા મેચમાં વિશ્વની શ્રેષ્ઠ ફૂટબોલ ટીમ પૈકી એક સ્કોટલેન્ડને ઝેક રિપબ્લિકની ટીમે યુરોકપમાં ૨-૦ થી હરાવી દીધું છે. જેની સાથે જ ઝેક રિપબ્લિક ગ્રુપ ડીના પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.
સ્કોટલેન્ડ સામે જીત માટે હેડર પેટ્રિક શિક સૌથી મહત્વપૂર્ણ કડી સાબિત થયો હતો. પ્રથમ હાફમાં જ પેટ્રિકે ગોલ કરીને સ્કોટલેન્ડ પર દબાણ ઉભું કરી દીધું હતું.
મુખ્ય ટુર્નામેન્ટમાં ક્વોલિફાય થવાની ૨૩ વર્ષની રાહ પછી સ્કોટલેન્ડની પ્રથમ વખત જૂથમાંથી બહાર નીકળીને ઇતિહાસ બનાવવાની આશા હવે વધુ પાતળી થઈ ગઈ છે. નવેમ્બર ૨૦૧૯ પછી પ્રથમ વખત હેમ્પડેનમાં ચાહકોની હાજરીમાં સ્કોટલેન્ડએ નર્વસ શરૂઆત કરી.
રિપબ્લિક તરફે મેચમાં એકબાજુ ડેવિડ માર્શલ અને શિક શાનદાર પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ સ્કોટલેન્ડની ટીમનું પ્રદર્શન નબળું જોવા મળ્યું હતું. સ્કોટલેન્ડની ટીમ એકપણ વાર બોલને થોડીક ક્ષણોથી વધુ પોતાની પાસે રાખી શકી ન હતી કે કોઈ ગોલ પણ કરી શકી ન હતી.
સેકન્ડ હાફમાં ફરી એકવાર રિપબ્લિક વતી શ્રીકે એટેક શરૂ કર્યો હતો. સામે સ્કોટલેન્ડની ટીમ જાણે ગોઠણીયા વાળી ગઈ હોય તેમ શ્રીકે ગોલ કરીને ટીમને ૨-૦થી બઢત આપી હતી. સામે હજુ સ્કોટલેન્ડ શૂન્ય પર હતી. સમય પૂર્ણ થતાં રિપબ્લિકને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર મેચનો સ્ટાર પર્ફોર્મર શ્રીક સાબિત થયો હતો.