કોરોનાએ એરલાયન્સની હવા ‘પતલી’ કરી દીધી
વર્ષ ૨૦૨૦માં એવિએશન ક્ષેત્રને આશરે ૬ લાખ કરોડ રૂપિયાની નુકસાની થવાની ભીતિ
વૈશ્ર્વિક મહામારીનાં કારણે અનેકવિધ ધંધા-રોજગારો ઠપ્પ થઈ ગયા છે તો અનેકવિધ ધંધાઓને તેની માઠી અસરનો સામનો પણ કરવો પડયો છે એવી જ રીતે ઉડ્ડયન ક્ષેત્રને પણ કોરોનાથી થયેલા લોકડાઉનની નકારાત્મક અસરનો સામનો કરવો પડયો છે. અનલોક-૧ થતાં જ જે ધંધા ઉધોગો બંધ હાલતમાં જોવા મળતા હતા તેને ફરી કેવી રીતે ધમધમતા કરી શકાય તે પણ એટલું જ જરૂરી અને આવશ્યક છે. ઉડ્ડયન ક્ષેત્રની અત્યંત નામાંકિત કંપની ઈતિહાદ એરલાયન્સની હવા પતલી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. બજારમાં ટકવા એરલાયન્સે તેના મુસાફરોને આકર્ષવા માટે ટ્રાવેલ વાઉચર આપવાની જાહેરાત કરી છે. સાથોસાથ જે યાત્રિકો ટ્રાવેલ વાઉચરનો લાભ લેશે તેઓને ૫૦ ટકા કેસ બોનસ પણ આપવામાં આવશે જે યોજના ૧લી ઓગસ્ટથી બે વર્ષ માટે અમલી બનાવવામાં આવી છે. કોરોના વાયરસનાં પગલે એરલાયન્સને ઘણીખરી તકલીફો અને સ્થાય થવા માટેના પ્રશ્ર્નોથી પીડાવુ પડયું છે. ઈતિહાદનાં સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જે કોઈ મુસાફર ઈતિહાદ એરલાયન્સમાં મુસાફરી કરતા હોય તેઓને એક વખત માટે ટ્રાવેલ વાઉચરનો ઉપયોગ કરી શકાય તેવું પણ જણાવવામાં આવ્યું છે.
ઈતિહાદમાં મુસાફરી કરતા યાત્રિકોને ૫૦ ટકા કેસ બોનસ આપવાની પણ જાહેરાત કંપની દ્વારા કરવામાં આવી છે. આ યોજના ૧લી ઓગસ્ટથી શરૂ થશે. આંતરરાષ્ટ્રીય ઉડાન ૨૩ માર્ચ સુધી સસ્પેન્ડ કરવામાં આવી હોવાથી એરલાયન્સ કંપનીઓને તેની અત્યંત ખરાબ સમયમાંથી પસાર થવું પડયું છે. ઈતિહાદનાં ટ્રાવેલ વાઉચર રૂ૧૮,૫૦૦થી લઈ રૂ.૪૮.૧૦ લાખ સુધીનાં રાખવામાં આવ્યા છે. કોરોનાને લઈ જે એર લાયન્સોની સ્થિતિનું નિર્માણ થયું છે તેનાથી ઉડ્ડયન ક્ષેત્રને વર્ષ ૨૦૨૦માં ૬ લાખ કરોડ રૂપિયાની નુકસાની થવાની પણ ભીતિ સતાવી રહી છે. જયારે બીજી તરફ કોરોનાનાં કેસોમાં દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે અનેકવિધ દેશોએ ડોમેસ્ટીક તથા આંતરરાષ્ટ્રીય ફલાઈટોને શરૂ કરી છે પરંતુ હાલની સ્થિતિ મુજબ આવનારો સમય ઉડ્ડયન ક્ષેત્ર માટે અત્યંત કપરો સાબિત થશે. હાલ તમામ ઉધોગો ૩ મુદાઓ ઉપર જ ટકી શકશે જેવા કે યુઝેબલ, સેલેબલ અને વેલ્યુ ફોર મની. જે કંપની આ મુદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી પોતાના ઉધોગોને આગળ ધપાવશે તે જ બજારમાં ટકી શકશે અને સુચારુંપથી ઉધોગો ચલાવી શકશે.