અહિંસા વિશ્વ ભારતી દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે ધર્મ અને આધ્યાત્મના મહત્વ પર વિસ્તૃત ચર્ચા
અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક જૈન આચાર્ય ડો. લોકેશ મૂનિએ રાજયપાલ ઓમ પ્રકાશ કોહલી સાથે રાજભવનમા મુલાકાત કરી અને રાષ્ટ્ર નિર્માણમાં ધર્મ તેમજ અધ્યાત્મના મહત્વ પર વિસ્તૃત ચર્ચા કરી અહિંસા વિશ્વ ભારતી સંસ્થા દ્વારા આગામી સમયમાં યોજનાર કાર્યક્રમોની પણ ચર્ચા કરી.
રાજયપાલ કોહલીએ જણાવ્યું કે રાષ્ટ્ર નિર્માણમાં ચારીત્ર્યીક મૂલ્યોનું મહત્વનું યોગદાન છે. ધર્મ તેમજ અધ્યાત્મના માર્ગ પર ચાલીને સમાજના દરેક વ્યકિતની નૈતિક મૂલ્યોનું ઉત્થાન સંભવ છે. આચાર્ય લોકેશ ધર્મને સમાજ સેવા સાથે જોડી તેને સામાજીક કુરીતિઓના નિર્વારણનું માધ્યમ બનાવાયું છે આ એક પ્રશંસનીય કામગીરી છે. આચાર્ય લોકેશમુનિના નેતૃત્વમાં અહિંસા વિશ્વ ભારતી સંસ્થા રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
આચાર્ય લોકેશ મુનિએ જણાવ્યું કે ધર્જ્ઞ અને સમાજ કલ્યાણનો ગાઢ સંબંધ છે. બધા ધર્મ સમાજ તેમજ રાષ્ટ્ર કલ્યાણ ને મહત્વ આપે છે. ધર્મએ મનુષ્ય એકબીજા સાથે હળીમળીને રહેવાનું શિખવ્યું છે. ઈતિહાસમાં એ સાબિત થયું છે કે સામાજીક પ્રગતિમાં આધ્યાત્મિક ગુણોનો વિકાસ વ્યકિત વિશેષમાં પ્રેરણા સ્ત્રોતના રૂપે પોતાની સાથેના અન્ય લોકોની મદદ કરવામાં અને સાથે મળીને સામાજીક દાયિત્વને અપનાવવાની દિશામાં ધર્મનું મહત્વ પૂર્ણ યોગદાન છે. ધર્મને સભ્યતાનું નિર્માણ કર્યું છે. વિશ્વ ના તમામ ધર્મ એકતા ભાઈચારો અને સદભાવનાનો માર્ગ બતાવે છે. જ‚ર છે. ધર્મને એક સામાજીક વિજ્ઞાનના રૂપમાં સમજવાની ધર્મના નામે હિંસા, નફરત, ભેદભાવ જેવી કોઈ પણ દ્રષ્ટિ યોગ્ય નથી વિકાસ માટે શાંતિ જરૂરી છે. અને ધાર્મિક એકતા અથવા સદભાવથી જ વિશ્વ શાંતિ જળવાઈ રહેશે. ધર્મ અને વિજ્ઞાનના સમન્વયથી જ માનવતાનો સમતોલ સંભવ છે.
અહીસા વિશ્વ ભારતી સંસ્થા આવા ઉદેશ્યો સાથે જ વિશ્વ ના ખૂણે ખૂણામાં કાર્યરત છે. શિષ્ય મંડળમાં અમદાવાદથી ડો. ‚પકુમારજી અગ્રવાલ, વડોદરાથી પ્રણવ અમીન, સુરતથી અશોક નાકરાણી અને જગદીશ નાવડીયા હાજર રહ્યા હતા.