વિર્ધાથીઓનો રોષ ભાળી કર્મચારીઓ બારી બંધ કરી ભાગી ગયા: તનાવ શાંત તથા અડધો કલાક પછી બારી ખોલાઈ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક મહોત્સવના પ્રથમ દિવસે જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અકસ્ટર્નલના વિર્દ્યાથીઓને કલાકો સુધી કતારમાં ઉભું રહેવું પડયું હતું ત્યારે આજે વિર્દ્યાથીઓએ રોષ ઠાલવી હોબાળો મચાવ્યો હતો વિર્દ્યાથીઓનો રોષ નિહાળી ડરી ગયેલા કર્મચારીઓ બારી બંધ કરી ભાગી ગયા હતા જો કે થોડા સમયમાં મામલો શાંત પડી જતા બારી ખોલી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અકસ્ટર્નલમાં અભ્યાસ કરતા બી એ, બી. કોમ અને એમ.એ, એમ. કોમના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે આજે બપોરે લાંબો સમય સુધી કતારમાં ઉભા રહેલા કેટલાક વિર્દ્યાથીઓએ પોતાનો રોષ બારી પર બેસેલા કર્મચારી પર ઠાલવી તેની સાથે માથાકૂટ કરતા મામલો બીચકયો હતો ડરી ગયેલા કર્મચારીઓ બારી બંધ કરી કુલપતિ પાસે રજુઆત માટે પોચી ગયા હતા અને થોડા સમય પછી ૧ સિક્યુરિટી ગાર્ડ ને બદલે ૩ કર્મચારીઓને વ્યવસ જાળવવા માટે મોકલવામાં આવ્યા હતા અને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી પૂર્વવત શરૂ થઈ ગઈ હતી.
માથાકૂટ કરનાર વિર્દ્યાથીઓ કોણ છે તે તપાસાશે: ધીરેન પંડ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલસચિવ ડો.ધીરેન પંડયાએ અબતક સોની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની બારીએ વિર્દ્યાથીઓએ માથાકૂટ કરી હોવાની ઘટના સામે આવી છે આ વિર્દ્યાથીઓ કોણ હતા તે અંગે તપાસ થશે તેમજ સ્થળ પરના સીસીટીવી કેમેરા પણ ચકાસવામાં આવશે ત્યારબાદ બઘળાટી કરતા વિર્દ્યાથીઓ સામે પગલાં લેવામાં આવશે.