આગામી સ્પોર્ટસ ઇવેન્ટમાં વધુ સારુ દેખાવ કરવા વિઘાર્થીઓ મેડીટેશન અને પ્રેકટીસ કરે છે
જય ઇન્ટરનેશનલ સ્કુલએ ડીસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કુલ છે. રમત ગમતમાં પણ વિઘાર્થીઓને પારંગત બનાવવા શાળા દ્વારા અલગ અલગ રમતના નિષ્ણાંત કોચ દ્વારા વિઘાર્થીઓને ખાસ તાલીમ અપાય છે અને રાજય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે રમવા માટે તેમને તૈયાર કરાય છે. જય ઇન્ટરનેશનલ સ્કુલના વિઘાર્થીઓની રાઇફલ શુટીંગ, ફુટબોલ અને એથ્લેટિકસ જેવી રમત માટે રાષ્ટ્રીય સ્તરે રમવા માટે પસંદગી થવા પામી છે. અનય અન્ય મહત્વની ઇવેન્ટસમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી રાજકોટ શહેર અને શાળાને ગર્વ અપાવ્યું છે.
અબતક સાથેની વાતચીત દરમ્યાન મુલાકાતે આવેલા વિઘાર્થીઓએ જણાવ્યું હતું કે રાઇફલ શુટીંગમાં હની પટેલ, બર્મન ઇન્દ્રજીત, જેઠવા ધનંજય, સોમ વિસાવડીયા અને આર્ચી જૈસવાલે પ્રિ-નેશનલ લેવલની જી.વી. માવલંકર રાઇફલ શુટીંગ ચેમ્પીયનશીપમાં કવોલીફાઇ કરી અને ઉત્તમ દેખાય કર્યો કે આ વિઘાર્થીઓમાંથી હની પટેલ અને સોમ વિસાવડીયાને બ્રાઉન્ઝ મેડલ પણ એનાયત થયા હતા. આ સિઘ્ધીઓ પાછળ વિઘાર્થીઓનો સખત પરિશ્રમ અને તેમના કોચ વિકાસ વિક્રમસિંહ અને હર્ષીલ સોનીની તાલીમ અને મહેનતને આભારી છે. તેમના કોચના જણાવ્યા અનુસાર આ રમતવીરોને દરરોજ ૪ કલાકની ધનીષ્ઠ તાલીમ અને સવા કલાક દોડ ઉ૫રાંત અનય શારીરીક કસરોતો કરાવવામાં આવે છે.
વિઘાર્થીઓએ કહ્યું હતું કે તેઓ રોજની મહેનત, યોગા, અને પ્રેકટીસ કરે છે. અને તેમનો નેકસ્ટ ટાર્ગેટ ટીમ ઇન્ડીયાનો છે તેઓ ૧૦ મીટરની દુરી પર રહી શુટીંગ કરી છે અને તેઓ રાઇફલમાં સ્ટેન્ડીંગ પોઝીશનમાં માહેર છે.
ધોરણ ૧ર કોમર્સના વિઘાર્થી દિપ નાયકપરાએ ફુટબોલમાં ઉત્તમ દેખાવ કરી ઘણી સિઘ્ધીઓ હાંસલ કરી છે.
ફુટબોલ એસો. દ્વારા સૌરાષ્ટ્ર ટીમના સિલેકશન માટે ૬૫ પ્રતિસ્પધીઓમાંથી તેની પસંદગી થઇ અને બેંગ્લોર ખાતે નેશનલ રમવાનો અવસર પ્રાપ્ત થયો હતો. જેમાં દિલ્હી સામે ૧ ગોલ, કર્ણાટક સામે ૧ ગોલ અને મુંબઇ સામે ૩ ગોલ કરીને ખુબ સારો દેખાવ કર્યો હતો. તેના આ ઉત્તમ પ્રદશન બદલ તેની ભારતીય ટીમ ના કેમ્પમાં પસંદગી થયેલ છે દિપને કોચ તરીકે મયુર ઝાલા અને પવન રામાનુજ દ્વારા તાલીમ આપવામાં આવે હતી તેને દરરોજ ર કલાક પ્રશિક્ષણ આપવામાં આવે છે.
૧ર કોમર્સની વિઘાર્થીની ક્રિષ્ના પટેલએ એથ્લેટીકસ સ્પર્ધાઓમાં ઉજજવળ દેખાવ કર્યો છે. ૨૦૧૭-૧૮ ની સિઘ્ધીઓમાં તેને ખેલ મહાકુંભની ૧૦૦ મી દોડમાં પ્રથમ ક્રમાંક, અન્ડર-૧૯ સ્કુલ ગેમ્સમાં ૧૦૦ મી. દોડમાં પ્રથમ નંબર તેમજ સીબીએસઇ કલસ્ટરની એથ્લેટીકસ મીટમાં સ્ટેટ લેવલે દ્વિતીય ક્રમાંક હાંસલ કરેલો હતો. ચાલુ વર્ષમાં અન્ડર-૧૯ સ્કુલ ગેમ્સમાં ગ્રામ્યમાં દ્વિતીય નંબર તેમજ સીબીએસઇ કલસ્ટરની એથ્લેટીકસ મીટમાં સ્ટેટ લેવલે ક્રમાંક હાંસલ કરતા તેને નેશનલમાં રમવા કર્ણાટક જવા માટેની તક પ્રાપ્ત થઇ છે. તેને કોચ તરીકે પ્રણવ જોષી તેમજ મયુર ઝાલા દ્વારા કોચીગ આપવામાં આવે છે.
આ તમામ વિઘાર્થીઓની પ્રસંશનીય સફળતા બદલ સંસ્થાના ડિરેકટર ડી.વી. મહેતા, સીઇઓ ડીમ્પલબેન મહેતા, ડી.એલ. એસ. એ. અસ.ના મેજેનર જયદિપભાઇ પંડયા, સેકશન હેડ પ્રજ્ઞાબેન દવે, એડમીશ હેડ જયોતિસિંહ અને સેકશન હેડ વિપુલ ધનવા દ્વારા સર્વે વિઘાર્થીઓને અને તેમના કોચને તેમજ સ્પોર્ટસ હેડ બંસી ભુતને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તમામ ખેલાડીઓને આગળ રમવા જવાની તક સાંપડી છે.