રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો, ધાસચારો-લીલું-ફૂલ વગેરે જપ્ત કરવાની તેમજ વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.
રસ્તા પર નડતર ૨૪ છોટુનગર, શાસ્ત્રી મેદાન, રામાપીર ચોકડી, સાધુવાસવાણી રોડ, મવડી રોડ, કેનાલ રોડ, ગાંધીગ્રામ, ગોકુલધામ વિગેરે જગ્યાએી જપ્ત કરવામાં આવી હતી.
જુદીજુદી ૨૫૨ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે ટાગોર રોડ, શાી મેદાન, યાજ્ઞિક રોડ, જયુબેલી માર્કેટ, અમીન માર્ગ, સાધુવાસવાણી રોડ, આનંદ બંગલા ચોક, વિરાણી સ્કુલ, ભૂતખાના ચોક, ન્યુ. બસ સ્ટેન્ડ, હોસ્પિટલ ચોક અને ઢેબર રોડી જપ્ત કરવામાં આવી હતી, ૨૯૬ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી માર્કેટ, ગાંધીગ્રામ, સાધુવાસવાણી રોડ અને ઢેબર રોડ પરી જપ્ત કરવામાં આવ્યા હતા.
ધાસચારો-લીલું અને ફૂલ ટોટલ ૮૦,૨૦૦ મણ પારેવડી ચોક અને ઢેબર રોડ પરી જપ્ત કર્યો હતો. તેમજ રૂ/- ૩૦,૧૦૦ વહીવટી ચાર્જ શાસ્ત્રી મેદાન, કેશરી પુલ, હુડકો, સાધુવાસવાણી રોડ, કાલાવડ રોડ અને કેનાલ રોડ પરી વસુલ કરવામાં આવ્યો હતો. હોકર્સ ઝોન બેંક ઓફ બરોડા, સહકાર, નહેરુનગર, મુક્તિધામ, ગ્રીનલેન્ડ, ધરાર માર્કેટ, કુવાડવા રોડ હોકર્સ ઝોન પરી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.