સુરતની દુર્ધટના બાદ તંત્ર હરકતમાં: ફાયર સેફટી વિહોણા કલાસીસ સીલ કરવાની કાર્યવાહી
સુરત જેવી ઘટના જામનગરમાં ન બને તે હેતુથી જાગ્યા ત્યારથી સવારના સૂત્રને વળગી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ ફાયરની ટીમ સાથે મળી આજે વહેલી સવારથી જ ગુરુ દ્વારા સર્કલ નજીક ચાલતા ટયુશન કલાસીસ બંધ કરાવવા કાર્યવાહી શરુ કરી છે.
શહેરમાં ગુરુદ્વાર સર્કલ પાસેના શ્રુષ્ટિ કોમ્પલેકસમાં છેક ચોથા માળે હોય દાયકાથી ટયુશન કલાસીસી ધમધમે છે ટ્રાફીકને અડચણરુપ આ કલાસીસ સંચાલકોએ હજુ સુધી ફાયરની એનઓસી નથી લીધી. શહેરમાં પટેલ કોલોની, એમ્યુઝમેન્ટ પાર્ક અને ખંભાળીયા ગેટ બહાર સહીતના વિસ્તારોમાં ચાલતા ટયુશન કલાસીસને બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.