મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં તથા પ્રદેશ ભાજપ  અધ્યક્ષ  સી.આર.પાટિલનાં માર્ગદર્શન હેઠળ  ભાજપ સરકાર ગુજરાતનાં સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ

અમુલ ડેરીનાં પનીર તથા મિલ્ક પાઉડરનાં પ્લાન્ટ ને રાજકોટ જિલ્લાના ગઢકા ગામ ખાતે મંજૂરી આપવાના રાજ્ય સરકારના આ નિર્ણયને રાજકોટ જિલ્લા પંચાયતના કાર્યદક્ષ પ્રમુખ ભુપતભાઇ બોદર, રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી, રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા તથા રાજકોટ ડેરી ચેરમેન  ગોરધનભાઈ ધામેલિયા સહિતના જિલ્લા ભાજપના પદાધિકારીઓએ રાજ્ય સરકારના આ નિર્ણયને સહર્ષ આવકારી રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા છે.આ તકે રાજકોટ જીલ્લા પંચાયત ના પ્રમુખ ભુપતભાઈ બોદર એ જણાવેલ કે દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ માં દેશ વિકાસ ની નવી ઉચાઇ ઓ સર કરી રહ્યો છે.

ત્યારે રાજ્ય ના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ માં અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલ ના માર્ગદર્શન હેઠળ ગુજરાત માં એક પછી એક જનહિતકારી નિર્ણયો થી રાજ્ય ની જનતા સુશાસન નો અનુભવ કરી રહી છે ત્યારે રાજ્ય સરકાર ના જન હિતકારી નિર્ણય થી એશિયાની સૌથી મોટી ડેરી એવી આ અમૂલ ડેરીના ગઢકા ગામ ખાતે યુનિટ સ્થાપન થવાથી આસપાસના 100 જેટલા ગામોનાં લોકોને  રોજગારીની તકો પ્રાપ્ત થશે.તેમજ આસપાસના પશુપાલકોની રોજગારી તથા સુખાકારીમાં વધારો થશે. ગઢકા આસપાસનાં વિસ્તારમાં  કોઈ મોટો ઉદ્યોગ ન હોવાથી અમુલ ડેરીના આગમનથી સમસ્ત વિસ્તારની કાયાપલટ થઇ જશે.  રાજ્ય સરકાર લોકોની સુખાકારી માટે દરેક ક્ષેત્રે પરિણામ લક્ષી કામગીરી કરી રહેલ છે પરિણામે રાજ્યમાં ભાજપ સરકાર આવ્યાં પછી લોકોના ઘણાં પ્રાણપ્રશ્નો ઉકેલાયા છે.તેમ અંત માં આ નિર્ણય ને આવકારતા ભુપતભાઈ બોદર એ જણાવેલ હતું.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.