તાજેતરમાં ગુજરાત રાજયમાં ડ્રીપ ઈરીગેશનની કામગીરી કરતા ૪૦૦થી વધુ ડીલરોની અમદાવાદ ખાતે મીટીંગ મળી હતી. જેમાં રાજયના ખેડુતો ટપક સિંચાઈ, ફુવારા પઘ્ધતિ તથા મીની સ્પ્રિકલર સિસ્ટમ સહેલાઈથી વસાવી શકે, ઓછા પાણીએ વધુ જમીનમાં પિયત કરી તમામ પાકોમાં ડ્રીપ સિસ્ટમથી ખેતી કરતા થાય, સિસ્ટમ વસાવ્યા પછી તમામ જરૂરી સેવા મળી રહે તેવા ઉદેશથી ગુજરાત માઈક્રો ઈરીગેશન ડીલર એસોસીએશનની સ્થાપના કરવામાં આવી હતી.
જેમાં રાજકોટથી સુરેશભાઈ સખીયાની પ્રમુખપદે તેમજ ગુજરાતને પાંચ ઝોનમાં વહેંચી દિલીપભાઈ પટેલ, અમિતભાઈ દવે, દેવાનભાઈ શાહ, ધીરજભાઈ ચારોલાની ઉપપ્રમુખપદે વરણી કરવામાં આવી હતી. જયારે મંત્રી તરીકે જયદીપભાઈ ભાલોડીયા અને ખજાનચી તરીકે કિરીટભાઈ પોકરની વરણી કરવામાં આવી હતી.
પ્રમુખપદેથી સુરેશભાઈ સખીયાએ સરકાર, ઉત્પાદક કંપનીઓ અને સહાય આપતી સંસ્થા જી.જી.આર.સી.વચ્ચે સંકલન કરીને રાજયના તમામ ખેડુતોને આ સિસ્ટમ વસાવવા કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ ડિલરોને ખેડુતોને મદદપ થવા અપીલ કરી હતી. જેની વધુ માહિતી માટે સુરેશભાઈ સખીયા (મો.૯૮૨૫૦ ૭૫૨૨૫) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે