હાલ ૭૦થી વધુ સભ્યો કાર્યરત: આગામી સમયમાં અનેક કાર્યક્રમો: કમ્પ્યુટર એજયુકેશન, હાર્ડવેર, રીટેલ, જેમ્સ એન્ડ જવેલરી વગેરે જેવી સ્કીલમાં માર્ગદર્શિત કરાશે: આગેવાનો ‘અબતક’ના આંગણે
અત્યારનાં સમયમાં ભણતરની સાથે ગણતર (સ્કીલ) ભળી જાય તો કોઈપણ વ્યકિત સારામાં સારી રોજગારી મેળવી શકે. આ બાબતને ધ્યાનમાં રાખી જુદા જુદા સ્કીલ ડેવલપમેન્ટનાં સેન્ટરો રાજકોટમાં કાર્યરત છે. જેમાં કમ્પ્યુટર એજયુકેશન, હાર્ડવેર, નેટવર્કીંગ, મોબાઈલ રીપેરીંગ, સ્પોકન ઈંગ્લીશ, સીએનસી, વીએમસી, રીટેલ, જેમ્સ એન્ડ જવેલરી, ફેશન ડીઝાઈનીંગ, બ્યુટી એન્ડ વેલનેશ, એરોનોટીકલ એન્ડ એવીએશન, હેલ્થકેર, મેનેજમેન્ટ જેવી સ્કીલ આ સેન્ટરો દ્વારા વિદ્યાર્થીઓનાં ભાવિ ઘડતર માટે આપવામાં આવે છે.
રાજકોટ જયારે ભારતનું સ્માર્ટ સીટી બનવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટને ગુજરાત રાજયનું સ્કીલ ડેવલપમેન્ટ હબ બનાવવા માટેનું બીડું રાજકોટનાં સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરોએ ઉપાડયું છે. જેના ભાગ‚પે રાજકોટ સ્કીલ ડેવલપમેન્ટ એસોસીએશનની વિધિવત રચના કરવામાં આવી છે. આ એસોસીએશન દ્વારા રાજકોટનાં તમામ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરોને સંગઠિત કરી વિવિધ કાર્યક્રમોનાં આયોજન કરવામાં આવશે. જેમાં શાળા કોલેજોમાં સેમિનારો, વિવિધ ટ્રેનીંગો, ગરીબી રેખાથી નીચેનાં કુટુંબના સભ્યોને ફ્રી તાલિમ, મધ્યમ વર્ગનાં પરીવારોને રાહતદરે તાલિમ, પ્લેસમેન્ટ કેમ્પ, તાલુકા કક્ષાએ વિવિધ સેમીનારોનાં આયોજન કરીને ગુજરાતનાં યુવાનોને હાઈલી સ્કીલ ડેવલપ થાય તે માટે સંગઠિત પ્રયત્નો કરવામાં આવશે.
પ્રથમ ચરણમાં રાજકોટનાં ૭૦ જેટલા સેન્ટર સંચાલકોની હાજરીમાં આ પ્રવૃતિને વેગવંતી બનાવવા માટે એસોસીએશન અને વિવિધ સમિતિઓનાં હોદેદારોની નિમણુક કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે ગુણવંતભાઈ ઓગાણજા, ઉપપ્રમુખ સંદીપ દવે, મંત્રી ઉમેશભાઈ તલસાણીયા, ખજાનચી હિરેનભાઈ ધારૈયા, કારોબારી સમિતિમાં સભ્યો તરીકે મેહુલભાઈ દેપાણી, સુરેશભાઈ પટેલ, રણજીતસિંહ વાળા, અલ્પેશભાઈ ટાંક, રોનકભાઈ ધ્રાંગધરીયા, પ્રવિણભાઈ ધુળકોટીયા, ચેતનભાઈ પટેલ, દીપેશભાઈ સોલંકી, નરેશભાઈ સોલંકીની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી છે.
આ એસોસીએશન સાથે સંલગ્ન થવા માટે રાજકોટનાં તમામ સ્કીલ સેન્ટરોને આહવાન કરવામાં આવે છે જેની વધુ માહિતી માટે પ્રમુખ ગુણવંતભાઈ ઓગાણજા (૯૮૨૪૨ ૬૩૪૪૯) અને ઉપપ્રમુખ સંદીપ દવે (૯૮૨૫૦ ૨૩૫૫૦)નો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે. એસોસીએશનની મહત્વપૂર્ણ કામગીરી માટે આગેવાનોએ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.