શંખ વગાડવાથી ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને રીતના ફાયદાઓના વિદ્યાર્થીઓ અને સભ્યોના અનુભવ
શંખનાદથી શ્વાસન તંત્ર,શ્રવણ તંત્ર અને ફેફસા મજબૂત થાય છે: શંખનાદ ક્લબ
આશીર્વાદ સ્કૂલના સંચાલક વિરેન્દ્રભાઈ પટેલ દ્વારા શંખનાદ ક્લબની સ્થાપના કરી અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે ભારતીય સંસ્કૃતિમાં શંખ નું ઊંચું સ્થાન છે મંદિરમાં આરતીનો સમય હોય ધાર્મિક ક્રિયાઓ હોય કે નવા યુગનો પ્રારંભ થવાનો હોય આવી તમામ પ્રવૃત્તિઓ શંખનાદ સાથે જ કરવામાં આવતી હોય છે એક સર્વે મુજબ શંખ વગાડવાથી તેની આસપાસના 1500 ચો.ફૂટના વિસ્તારમાં નુકસાન કરતા જીવાણુઓ અને વિષાણુઓનો નાશ થાય છે. આ સાથે શંખ વગાડવાથી વૈજ્ઞાનિક તારણ પણ મળી આવ્યું છે.
શંખમાં પ્રાકૃતિક કેલ્શિયમ અને ફોસ્ફરસ તથા ગંધક હોય છે.શંખનાદથી શ્વાસન તંત્ર,શ્રવણ તંત્ર અને ફેફસા મજબૂત થાય છે.તેમજ યાદશક્તિમાં વધારો થાય છે.આશીર્વાદ સ્કૂલના વિદ્યાર્થીઓને સવારે પ્રાર્થના પહેલા શંખનાદ કરાવવા દેવામાં આવે છે આ શંખનાદ ક્લબના સભ્ય થવા માટે કોઈપણ પ્રકારની પીકે ડિપોઝિટ લેવામાં આવતી નથી ઉપરાંત વગાડવા માટે તેમજ પ્રેક્ટિસ કરવા માટે શંખ પણ વિના મૂલ્ય સંસ્થા તરફથી આપવામાં આવે છે
આથી દરેક જાહેર જનતાને પણ શંખનાદ ક્લબના સભ્ય થવા માટે આશીર્વાદ સ્કૂલના ટ્રસ્ટી વિરેન્દ્રભાઈ પટેલે આમંત્રણ પાઠવ્યું છે. શંખનાદ ક્લબના સભ્ય થવા માટે સીધો જ સંપર્ક મો.8000408108 નંબર પર તેમજ રેલનગર શિવાલય ચોક આશીર્વાદ સ્કૂલ ખાતે કરવાનો રહેશે.
શંખ વગાડવાથી શરીરમાં નવી ઊર્જા ઉત્પન્ન થાય છે: જયપાલ (વિદ્યાર્થી)
આશીર્વાદ સ્કૂલના વિદ્યાર્થી જયપાલે જણાવ્યું કે શંખનાદ ક્લબના નિત્ય કર્મ તેઓ પ્રવૃત્તિ કરે છે શંખ વગાડવાથી તેના શરીરમાં નવી ઊર્જા ઉત્પન્ન થાય છે. યાદ શક્તિ માં વધારો થાય છે એકાગ્રતામાં વધારો થાય છે શંખ વગાડવાથી તેને નવા વિચારો અને અભ્યાસમાં ખૂબ સારો ફાયદો થઈ રહ્યો છે.
શંખ વગાડી દિવસનો પ્રારંભ કરું છું: વિવેક ઝાલાવાડીયા (સભ્ય)
શંખનાદ ક્લબના મેમ્બર વિવેક ઝાલાવાડીયાએ જણાવ્યું કે, પહેલા મને શંખ વિશે કશી જ માહિતી હતી નહીં પરંતુ જ્યારથી મેં શંખનાદ ક્લબ જોઇન કર્યું છે મારા જીવનમાં ઘણા ફેરફારો થયા છે શંખ વિશેની મને ખૂબ સારી માહિતી મળી સાથો સાથ હવે જીવનની અંદર મને નવા નવા શિખરો સર કરવાની પ્રેરણા શંખનાદ ક્લબ માંથી મળી રહે છે શંખને મેં મારા જીવન સાથે સાંકળી લીધું છે.હું શંખ વગાડી મારા દિવસનો પ્રારંભ કરું છું.
શંખનું મનુષ્ય જીવનમાં ઘણું મહત્વ:વિરેન્દ્રભાઈ પટેલ (ટ્રસ્ટી)
આશીર્વાદ સ્કૂલના ટ્રસ્ટી વિરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, મને પહેલેથી જ વાંચનનો શોખ છે એક વખત મેં શંખ વિશેનો આખો લેખ નું વાંચન કર્યું તેમાંથી મને ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું શંખનું ખરેખર મનુષ્ય જીવનમાં કેટલું મહત્વ છે એ મને સમજાણું ત્યારે મને વિચાર આવ્યો કે શા માટે શંખના આ મહત્વને જન સુધી ન પહોંચાડાય ત્યારે મેં નક્કી કર્યું કે મારી શાળામાં હું શંખનાદ ક્લબ ની શરૂઆત કરીશ અને વિદ્યાર્થીઓ યુવાનો તથા સમાજના તમામ વર્ગના લોકોને હું શંખ વગાડતા શીખડાવી સાથોસાથ મહત્વતા સમજાવી.