સંસ્થાનો ૧૬મીએ પ્રથમ કાર્યક્રમ ઓપન અંતાક્ષરી હોદેદારો બહેનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
મહિલાઓ પગભર થાય કંઇક નવું શીખે અને પોતાના ટેલેન્ટની આપ-લે કરે તે હેતુથી રઘુવંશી સાહેલી ગ્રુપના નવી સંસ્થા શરુ કરવામાં આવી છે. આ સંસ્થામાં કોઇ નાત-જાતનો ઉમરનો ભેદભાવ નથી. આ સંસ્થામાં ૧૮ વર્ષની દિકરીથી લઇને ૭૭ વર્ષના બહેનો પણ છે. સંસ્થાનો પ્રથમ કાર્યક્રમ ઓપન અંતાક્ષરી તા.૧૬ ના રોજ સાંજે ૪ કલાકે રાખેલ છે.
પ્રમુખ હેમાબેન એ. કકકડ તેમજ મંત્રી રંજનબેન કે. કોટકની આગેવાની હેઠળ રઘુવંશી સાહેલી ગ્રુપ નામે નવી સંસ્થા શરૂ કરવામાં આવી છે. આ સંસ્થામાં અત્યાર સુધીમાં ૧ર૦ મેમ્બર જોડાઇ ચુકયા છે. તેમજ હજુ આગામી દિવસોમાં વધ બહેનો જોડાઇ ર૦૦ સભ્ય બન્ને તેવી અપેક્ષા પ્રમુખ હેમાબેને વ્યકત કરી છે. સંસ્થા દ્વારા નિયમિત પણે બહેનો માટે અલગ અલગ પ્રવૃતિઓ યોજાશે.
સંસ્થાનો પ્રથમ કાર્યક્રમ આગામી તા. ૧૬-૩ ને સોમવારના રોજ સાંજે ૪.૩૦ કલાકે કરણપરા કેસરીયા લોહાણા મહાજન વાડી ખાતે રાખેલ છે. જેમાં સંસ્થાની સર્વે બહેનો પધારવા અનુરોધ કરાયો છે.
હાલ સંસ્થાના પ્રમુખ હેમાબેન એ. કકકડ, મંત્રી રંજનબેન કે. કોટકના માર્ગદર્શન હેઠળ સહમંત્રી મંજુલાબેન તન્ના, ખજાનચી મંજુબેન પરમાર, ઇ. ઓડીટર કાજલબેન ગડેચા કાર્યપાલ મંત્રી પલ્લવી પોપટ, તેમજ કારોબારી સભ્યો તરીકે કલ્પનાબેન પોપટ, બીંદુબેન ચાંદાણી, ભાવનાબેન મહેતા, ગીતાબેન ચોટાઇ, રૂપાબેન ભીમજીયાણી, પ્રીતીબેન તન્ના, વૈશાલીબેન ભીમજીયાણી, અલ્કાબેન ખગ્રામ તથા સનિતાબેન પાંઉ કાર્યરત છે. વધુ માહીતી માટે હેમાબેન કકકડ (મો. નં. ૯૯૨૫૭ ૬૧૮૨૨) નો સંપર્ક કરવો સંસ્થાની વિગતવાર માહીતી આપવા આગેવાન બહેનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.