મંડળીની પ્રથમ સાધારણ સભા સંપન્ન: ૧૫૦૦ થી વધુ લોકોની હાજરીમાં ૬૦ લાખથી વધુ ફીકસ ડીપોઝીટ જમા કરાવી: ટુંક સમયમાં મંડળીના કાર્યાલયનો ભવ્ય ઉદધાટન સમારોહ યોજાશે

સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા સમાજના દરેક લોકોને ખરા સમયે ઉપયોગી થઇ શકે તેમજ આર્થિક જરુરીયાતોના કારણે મઘ્યવર્ગ તેમજ ગરીબ વર્ગના લોકોના નાના મોટા કામો અટકી ન પડે તે માટે જીવરાજ શરાફી બેંકીગ ક્ષેત્ર તેમજ મંડળીના નિયમાનુસાર સરળતાથી ધિરાણ મળી રહે તેમજ મઘ્યમવર્ગના લોકોના પૈસાનું તેઓને વ્યાજના માઘ્યમથી યોગ્ય વળતર મળી રહે તેઓના પૈસાની સંપૂર્ણ પણે સુરક્ષા જળવાય રહે આવા હેતુથી જીવરાજ શરાફી સહકારી મંડળી ચાલી કરવામાં આવી છે. નરેન્દ્રભાઇ સોલંકીના અનુરોધને સ્વીકાર કરી ઉ૫સ્થીત સભાસદો દ્વારા પ્રથમ સાધારણ સભામાં જ અલગ અલગ સમાજના લોકો દ્વારા આશરે ‚ા ૬૦ લાખથી વધુનું ફિકસ ડીપોઝીટ પેટે ૩ વર્ષ તેમજ પ વર્ષ માટે રોકાણ કરવાનું જાહેર કરવામાં આવ્યેંુ છે. જેમાં બિલ્ડર નરેન્દ્રભાઇ સોલંકીના પરીવાર બિલ્ડર હેમરાજભાઇ કાચા પરીવાર તરફથી એડવોકેટ જયંતભાઇ ગાંગાણી પરિવાર, જેન્તીભાઇ કાચા પરીવાર, જૈન અગ્રણી તુરખીયા પરીવાર, બિલ્ડર અનીલભાઇ ભોરણીયા પરીવાર, બિલ્ડર કિશોરભાઇ પરમાર તરફથી, માવજીભાઇ અજાગીયા પરીવાર, ખેડુત આગેવાન વલ્લભભાઇ પટેલ તથા દિનેશભાઇ પટેલ પરીવાર તેમજ અનેક લોકો દ્વારા અલગ અલગ ‚પિયાની ફીકસ ડીપોઝીટ પેટે જાહેરાત કરવામાં આવી હતી.રાજકોટની શ્યામવાડી ખાતે તાજેતરમાં જીવરાજ શરાફી સહકારી મંડળી લી. ની પ્રથમ સાધારણ સભાનું નરેન્દ્રભાઇ સોલંકીના અઘ્યક્ષ સ્થાને આયોજન કરાયું હતું. જેમાં વિશાળ સંખ્યામાં તમામ સમાજના લોકો હાજર રહ્યા હતા. સાધારણ સભાના પ્રારંભે રાજ બેંકના બ્રાન્ચ મેનેજર જીતુભાઇ સોલંકી, દેવેનભાઇ પરમાર રાજકોટ નાગરીક બેંકના ઓફીસર પ્રભાબેન વસોયા તેમજ ઝાંસીની રાણી મહિલા શરાફી સહકારી મંડળીના વાઇસ ચેરમેન ડો. સોનલબેન ફળદુ સહીતના પ્રારંભીક ઉદબોધનમાં મંડળીના હેતુ અને કાર્યપઘ્ધતિ બાબતે જાણકારી આપી ત્યારબાદ સભાના અઘ્યક્ષ સ્થાને બિરાજેલા, આપાગીગાના ઓટલાના મહંત અને રાજકોટના અગ્રણી નરેન્દ્રભાઇ સોલંકીએ જીવરાજ શરાફી સહકારી મંડળી લી. સ્થાપના માટેનો તેમનો ઉદેશ્ય સ્પષ્ટ કરાયો હતો. વધુમાં નરેન્દ્રભાઇ સોલંકી જણાવ્યું કે મંડળીના જીવરાજબાપુ ગુરુ શામજીબાપુના નામથી સંચાલીત હોય તેમના આશીર્વાદથી શરુ થયેલા આ મંડળી કાયમ માટે લોક ઉપયોગી કાર્ય કરતી રહેશે. અને લોકોનો વિશ્ર્વાસ જાળવી રાખશે તેવી તેમને શ્રઘ્ધા અને વિશ્ર્વાસ છે. મંડળીનું સંચાલન માત્ર બેકીંગ નિયમોને આધીન સંપૂર્ણ પારદર્શકતાથી કરવામાં આવશે. અને નિયમ અનુસાર જ મંડળી કાર્યવાહી કરવામાં આવશે.જીવરાજ શરાફી સહકારી મંડળી લી.નો ઉત્તોરત્તર વિકાસ થાય તે માટે તેમાં પ્રારંભથી જ ૧પ જેટલા અલગ અલગ સમાજના તથા અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંત કહી શકાય તેવા વ્યકિતઓને મંડળીના ડિરેકટર તરીકે સમાવેશ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.