ગુજરાત સરકારના ગાંધીનગર સ્થિત સેન્ટર ફોર એન્ટ્રપ્રિન્યોર ડેવલપમેન્ટ સાથે જોડાણ.
તાજેતરમાં ગાર્ડી વિદ્યાપીઠની બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા ગુજરાત સરકારના ગાંધીનગર સ્થિત સેન્ટર ફોર એન્ટ્રપ્રીન્ચોર ડેવલપમેન્ટ સાથે જોડાણ કરી કોલેજ કેમ્પસ પર બિઝનેસ કાઉન્સેલીંગ સેલની સ્થાપના કરવામાં આવી છે. આ સેન્ટર એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને ઉધોગો સ્થાપવા અને ઉધોગ સાહસિક તરીકે કારકિર્દી બનાવવા માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરુ પાડશે.
અર્થતંત્રના વિકાસ માટે, પ્રાદેશિક વ્યવસાય વિકસાવવા માટે અને રોજગારીની તકો સર્જવા માટે નવા ઉધોગો અને ઉધોગસાહસિકોની વૃદ્ધિ એ ખુબ અગત્યનો ભાગ ભજવી શકે છે અને તે માટે ટેકનીકલ અભ્યાસક્રમમાં જોડાયેલા વિદ્યાર્થીઓને પુરતુ માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવે તો તે ચોકકસ પણે સફળ ઉધોગકાર બની શકે છે.
આ હેતુથી રાજય સરકારની સેન્ટર ફોર એન્ટ્રપ્રીન્યોર ડેવલપમેન્ટ સંસ્થા સાથે જોડાણ કરી ગાર્ડી વિદ્યાપીઠ કેમ્પસ પર એન્જીનિયરીંગ, એમસીએ અને એમબીએના વિદ્યાર્થીઓને લક્ષમાં રાખી બિઝનેસ કાઉન્સીલીંગ સેલ શરૂ કરવામાં આવ્યું છે. સેલના ઉદઘાટન પ્રસંગે રાજકોટની જાણીતી ટાઈનીટેક ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક વેલજીભાઈ દેસાઈ સાથે એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓનું ઈન્ટરેકશન સેશનનું આયોજન કરાયું હતું.
જેમાં વેલજીભાઈએ વિદ્યાર્થીઓને પોતાનો લઘુ ઉધોગ સ્થાપવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સેલની સ્થાપના કરવા માટે સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા, વાઈસ ચેરમેન કિરણ શાહ અને મેનેજીંગ ડાયરેકટર જય મહેતા દ્વારા એન્જીનિયરીંગ વિભાગના પ્રિન્સીપાલ વિરાંગ ઓઝા
અને તેમના તમામ ફેકલ્ટીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com