ભાજપ ઉપર રોક લગાવવા શંકરસિંહ અને પવારે હાથ મિલાવ્યા?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને એનસીપીના સુપ્રીમો શરદ પવાર વચ્ચે ગઇકાલે યોજાયેલી સૌજન્ય મૂલાકાત ગુજરાતના રાજકારણમાં ટોક ઓફ ધી ટાઉન બની છે. આ મુલાકાતથી કોંગ્રેસને મોટી નુકશાની થશે તેવી ચર્ચાઓ પણ શ‚ થઇ ગઇ છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની સરકારમાં શરદ પવાર અને શંકરસિંહ વાઘેલા કેબીનેટ મંત્રી હતા. બન્ને વચ્ચે ખૂબજ જૂનો ધરોબો હોવાથી ગઇકાલની મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવવામાં આવી રહી છે. પરંતુ અંદરખાને કંઇક અલગ રંધાયાની ચર્ચા ચાલી રહી છે. બાપુની ઉંમર ૭૬ વર્ષે પહોંચી છે ત્યારે વિધાનસભાની આગામી ચૂંટણી તેઓના જીવનની અંતિમ ચૂંટણી હોય તેવુ માનવામાં આવી રહ્યું છે. આવામાં ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી બનવા માટે શંકરસિંહ વાઘેલા તડાફડી કરવાના મૂડમાં છે. વિધાનસભાની ગત ચૂંટણી કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન કરી લડ્યા હતા છતા એનસીપીના ભાગે જે બેઠકો આવી હતી ત્યાં પણ કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આવામાં આગામી ચૂંટણીમાં એનસીપી કોંગ્રેસ પર ભરોસો રાખવાના મૂડમાં હોય તેવુ લાગતુ નથી. અને ગુજરાતની જનતાને ત્રીજો વિકલ્પ આપવા માટે ૮૦ થી ૧૦૦ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે.

SHANKARSINH VAGHELA
SHANKARSINH VAGHELA

ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ માટે સાનુકૂળ વાતાવરણ છે. આવામાં બહુમતી ન મળે અને કોઇ રાજકીય પક્ષ કે અપક્ષ ધારાસભ્યોના ટેકાની આવશ્યકતા પડે તો તેના માટે બાપુએ અત્યારથી જ તૈયારીઓ શ‚ કરી દીધી છે. અને ગઇકાલની તેઓની શરદ પવાર સાથેની મુલાકાત આ માટે પણ મળી હોવાનું મનાય રહ્યું છે.

વિધાનસભાની ચૂંટણીના આડે હજુ આઠ થી નવ માસનો સમયગાળો બાકી છે. કોંગ્રેસમાં મુખ્યમંત્રી બનવા માટે અનેક ઉમેદવારો લાઇનમાં છે જેમાં ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા, સિઘ્ધાર્થ પટેલ, અર્જૂન મોઢવાડીયા અને શક્તિસિંહ ગોહિલના નામો અત્યારથી ચર્ચામાં છે. ચૂંટણી ટાંકણે જ શંકરસિંહ શરદ પવાર સાથે બેઠક કરતા કોંગ્રેસના નેતાઓ જ નારાજ થયા છે. કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવાનો ઇરાદો વ્યક્ત કરી ચૂક્યુ છે ત્યારે બાપુએ શા માટે શરદ પવાર સાથે મુલાકાત કરી તે પણ ચર્ચાનો વિષય બની ગયો છે.વાઘેલા અને પવારની મુલાકાતથી કોંગ્રેસને નુકશાની થવાની ભીતિ છે. ચૂંટણી પહેલા કોંગી નેતાઓએ પોતાની રીતે તૈયારીઓ શ‚ કરી દેતા પાયાના કાર્યકરો પણ માથા ખંજવાળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.