ચાલુ વર્ષનો કરાર પાછલા વર્ષ કરતા ૩૦ ટકા મોટો
સ્ટીલનું ઉત્પાદન કરતી ભારતની વિશાળ કંપની એવી એસ્સાર સ્ટીલે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાનમાં ૧.૧ મિલીટન ટન ફલેટ સ્ટીલ પુ‚ પાડવા માટે પોસ્કો સાથે લાંબા ગાળાના વ્યૂહાત્મક સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સતત બીજા વર્ષે એસ્સાર સ્ટીલ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલ આ પ્રકારનો બીજો કરાર છે. ચાલુ વર્ષે જે વોલ્યુમ માટે કરાર કવરામાં આવ્યો છે. તે પાછલા વર્ષની તુલનામાં ૩૦ ટકા જેટલો વધુ છે.
એસ્સાર સ્ટીલની લાંબા ગાળાની ગોઠવણી મારફતે પોતાના ઉત્પાદનનો અમુક જથ્થો લોક ઇન કરવાની વ્યૂહરચનાના ભાગ‚પે આ એમઓયુ કરવામાં આવ્યા છે. પોસ્કો ઉપરાંત એસ્સાર સ્ટીલે ઓટો ક્ષેત્ર, ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર અને વિદેશી ગ્રાહકો સાથે પણ એમઓયુ કર્યા છે. વધુમાં એસ્સાર સ્ટીલના ડાઉનસ્ટ્રીમ એકમો દ્વારા બે મિલીયન ટન ફલેટ પ્રોડકટસનો ઉપયોગ કરવામા આવે છે.
સ્ટીલનું ટ્રેડીંગ કરતા સૂત્રોના અનુસાર એસ્સાર સ્ટીલની પ્રોડકટની ગુણવતા એકસમાન હોય છે અને આંતરરાષ્ટ્રીય પ્રોડકટો સાથે તુલના કરી શકાય તેમ હોય છે અને તેથી અનેક ગ્રાહકો લાંબા ગાળાની ગોઠવણીઓ કરવાનું પસંદ કરે છે. એસ્સારની પ્રોડકટસ માર્કેટમાં આગવી સ્થિતિ પણ ધરાવે છે.
એમઓયુ બાબતે ટિપ્પણી કરતા એસ્સાર સ્ટીલના સીઇઓ અને એમડી શ્રી દિલીપ ઉમેને જણાવ્યું હતું કે એસ્સાર સ્ટીલના આંતરરાષ્ટ્રીય ખેલાડી કંપની એવો પોસ્કો સાથેના એમઓયુ અમારી સંપૂર્ણ ભાગીદારીને પુન:સમર્થન આપે છે. આ લાંબા ગાળાની ગોઠવણી અમને વધુ સારી રીતે મૂડી સંચાલન અને અંતિમ પેદાશની ઇન્વેન્ટરીનું સંચાલન કરવામાં મદદ કરે છે. લાંબા ગાળાના ગોઠવણીઓ અમારા ગ્રાહકોનો અમારી પ્રોડકટની ગુવણવતા વિશ્ર્વસનીયતા અને સર્વીસમાં આત્મવિશ્ર્વાસનું પ્રતિબિંબ પાડે છે. એસ્સાર સ્ટીલ છેલ્લા બે વર્ષથી ઉત્પાદનમાં સતત વધારો કરી રહી છે. પાછલા વર્ષે ઉત્પાદન ૪૭ ટકા વધુ એટલે કે ૫.૬ મિલીનન ટનના સ્તરે હતું અને ચાલુ વર્ષે કંપનીએ સાત મિલીયન ટનનો અંદાજ સેવ્યો છે.