વર્ષ ૨૦૧૬/૨૦૧૭માં નોંધપાત્ર સફળતા હાંસલ કરી
એસ્સાર સ્ટીલ ઈન્ડિયા લિમિટેડે ગત વર્ષમાં નાણાકિય વર્ષમાં તેની કામગીરીમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ફલેટ સ્ટીલનું કુલ ઉત્પાદન અગાઉના વર્ષના સમાન ગાળામાં ૩.૮ મિલિયન ટન હતું તે ૪૭ ટકા વધીને ૫.૬ મિલિયન ટન થયું છે. પેલેટનું ઉત્પાદન પણ ગયા વર્ષે સમાનગાળામાં ૫.૮ મિલિયન ટન હતું તે અહેવાલના ગાળામાં ૬૦ ટકા વધીને ૯.૩ મિલિયન ટન થયું છે.
વેલ્યુ એડેડ સ્ટીલનું ઉત્પાદન ગયા વર્ષે સમાનગાળામાં ૨.૩ મિલિયન ટન હતું તે અહેવાલના ગાળામાં ૨૦ ટકા વધીને ૨.૮ મિલિયન ટન થયું છે. ચોથા ત્રિમાસિકગાળા દરમ્યાન એસ્સાર સ્ટીલે ગયા વર્ષના સમાન ગાળાના ૧.૨ મિલિયન ટનના ઉત્પાદનમાં ૨૫ ટકા વધારો કરીને અહેવાલના ગાળામાં ૧.૫ મિલિયન ટનનું ઉત્પાદન નોંધાવ્યું છે. કંપનીએ પેલેટના ઉત્પાદનમાં ગયા વર્ષના સમાન ગાળાના ૧.૯ મિલિયન ટનના ઉત્પાદન સામે અહેવાલના ગાળામાં ૨.૩ મિલિયન ટનનું ઉત્પાદન નોંધાવી ૨૧ ટકા વૃદ્ધિ હાંસલ કરી છે. કંપનીના પરફોર્મન્સ અંગે પ્રતિભાવ આપતા એસ્સાર સ્ટીલના સીઈઓ અને એમડી દિલીપ ઓમ્મેને જણાવ્યું હતું કે, અમે વિતેલા નાણાકીય વર્ષમાં અમારા પરફોર્મન્સમાં હરણફાળ ભરી છે. આ વૃદ્ધિ આગામી વર્ષોમાં કંપનીની સંપૂર્ણ ક્ષમતા વપરાશ તરફની આગેકૂચ દર્શાવે છે. પ્રોડકટ મિકસમાના વેલ્યુ-એડેડ ઉત્પાદનોમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. વિતેલા નાણાકિય વર્ષમાં ભારત સરકારના પોલાદ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાને કારણે સ્ટીલ સેકટરના પરફોર્મન્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સ્ટીલ સેકટરને વિતેલા વર્ષમાં પ્રાપ્ત થયેલી ગતિશીલતા જળવાઈ રહે તથા આ સેકટરમાં અને દેશમાં સતત વૃદ્ધિ જળવાય તે માટે આ પગલા ચાલુ રાખવાની તાતી જ‚ર છે.
એસ્સાર સ્ટીલ ઈન્ડિયાએ વાર્ષિક ૨૦ મિલિયન ટન પેલેટ ફેસિલિટીનું પીઠબળ ધરાવતી અને વાર્ષિક ૧૦ મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરતી ભારતની અગ્રણી સુસંકલિત સ્ટીલ ઉત્પાદન કંપની છે. કંપનીના અદ્યતન એકમોમાં આયર્ન મેકીંગ, સ્ટીલ મેકીંગ તથા કોલ રોલીંગ મિલ, ગેલ્વેનાઈઝ અને પ્રિકોટેડ એકમ, સ્ટીલ પ્રોસેસિંગ એકમ, એકસ્ટ્રાઈ-વાઈડ પ્લેટ મિલ અને બણ પાઈપ મિલ્સ સાથેના કોટીંગ એકમો સહિતના ડાઉન સ્ટ્રીમ એકમોનો સમાવેશ થાય છે.