એસ્સાર શિપીંગ લીમીટેડે વર્ષ ૨૦૧૬-૧૭માં કાર્ગો હેન્ડલીંગમાં ૨૨ ટકાની મજબુત વૃધ્ધિ દર્શાવી છે. આ ગાળામાં કંપનીના ૧૪ જહાજોનો ક્ષમતા વપરાશ ૮૦થી ૯૪ ટકા જેટલો વધ્યો હતો. ફેઈટ રેટમાં મહત્વના ગણાતા બાલ્ટીક ડ્રાય ઈન્ડેકસ પણ આ ગાળામાં ઓલ ટાઈમ લો ૨૯૦ હતો તે ૧૩૦૦ના ઓલ ટાઈમ હાઈસ્તરે પહોચ્યો છે.
અહેવાલના ગાળામાં કંપનીએ, ગયા વર્ષનાં સમાન ગાળામાં ૯.૪ મિલિટન ટન સામે લગભગ ૧૧.૫ મિલિયન ટન કાર્ગોનું વહન કર્યુ હતુ તેના મોટાભાગનાં કાફલામાં આયર્ન ઓર, કોલસો, બોકસાઈટ, કોલસો બોકસાઈટ અને લાઈમસ્ટોન જેવા ડ્રાય બલ્ક કાર્ગોનું વહન કરાયું હતુ.
એસ્સાર શિપિંગ બે વીએલસીસી (વેરી લાર્જ ફ્રુડ કેરિયર્સ) એમટી સ્થિતિ અને એમટી આશના ધરાવે છે. ક્રૂડ ઓઈલનાં ભાવમાં અનિશ્ર્ચિતતાના લાભ લેવા કંપનીએ ઓન સ્પોટ કોન્ટ્રાકટનો ઉપયોગ કર્યો હતો. વિતેલા વર્ષની વિશેષતા એ હતી કે કંપનીના મુખ્ય ગ્રાહક એસ્સાર સ્ટીલની સર્વગ્રાહી વૃધ્ધિને કારણે ભારતના પૂર્વ અને પશ્ર્ચિમ સાગર કાંઠે દરિયાઈ માર્ગે પરિવહન વર્ધ્યું હતુ અને કાર્ગોની હેરફેરમાં વધારો થતા કોસ્ટલ કાર્ગો મુવમેન્ટ બમણી થઈ હતી.
એસ્સાર શિપિંગનાં પર્ફોમન્સ અંગે વાત કરતા એકિઝકયુટિવ ડિરેકટર અને સીઈઓ રણજીતસિંહ જણાવે છે કે કેપ્ટીવ અને માર્કેટ કાર્ગોનાં મિશ્રણની અમારી વ્યૂહ રચના ને કારણે અહેવાલના ગાળામાં જહાજોના બહેતર વપરાશ થઈ શકયો હતો મજબૂત બાલ્ટીક ડ્રાય ઈન્ડેકસની સાથે એસ્સાર સ્ટીલ દ્વારા બહેતર વપરાશને કારણે અમારી ટોપલાઈનને હકારાત્મક અસર થઈ હતી અમારી કોસ્ટલ કાર્ગોની હેરફેરમાં નોંધપાત્ર વૃધ્ધિ દર્શાવી અમે સરકારની પહેલમાં અમારી નિષ્ઠા દર્શાવી શકયા હતા તેનો અમને આનંદ છે. અમારો લગભગ અડધો કાફલો કોસ્ટલ મુવમેન્ટમાં લાગેલો હતો.