રશિયામાં સંચાલીત મહત્વની કંપની રોઝનેફટ દ્વારા જાહેર કરાયું છે કે ભારતની ખાનગી રીફાઇનરી એસ્સાર ઓઇલને ૮૩૮.૫૦ કરોડ ‚પિયામાં ખરીદીને વિશ્ર્વના ઓઇલ ઉઘોગમાં મહત્વનો સોદો પાર પાડયો છે. રોઝનેફટે યુરોપની ટ્રાફીગ્યુરા સાથે મળીને ૪૯ ટકાની સમાન ભાગીદારીથી અને રશિયન ફંડ યુ.સી.પી. દ્વારા એસ્સારને ખરીદી છે. ભારત અને રશિયા બન્ને દેશો માટે વિદેશી મુડી રોકાણ થકી મહત્વનો કરાર છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ત્રણ સંયુકત સાહસ દ્વારા થયેલ આ કરાર પર મહોર લાગી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ભાગીદારી ભારત પેટ્રોલીયમના ભારતીય શેરહોલ્ડરો થકી શકય બની છે. રીફાઇનરી ક્ષેત્રે મહત્વની કંપની ટોની ફાઉન્ડેશનના સીઇઓ કે જે ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ૨૦૧૨ થી ૨૦૧૬ ફરજ બજાવી ચુકયા છે. તેઓ દ્વારા આ ત્રણ ભાગીદારી અંગે ભૂમિકા ભજવી છે પરંતુ ફાઉન્ડેશન દ્વારા આ અંગે કોઇ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ કરાર રશિયાના અર્થતંત્રમાં ખાસ કરીને સોવિયેટ વિસ્તાર માટે મહત્વની અસર કરશે. એસ્સાર ઓઇલ દ્વારા રોજના ૪ લાખ બેરલ ઓઇલ રીફાઇનરી ભારતના પૂર્વ વિસ્તારમાં વાડીનાર ખાતે કરવામાં આવતી હતી. જેના દ્વારા ભારતના ૩૦૦૦ રીટેઇલ ક્ષેત્રમાં ફયુલ વેચાણ કરવામાં આવતું હતું. આ કરાર ભારત માટે પણ વાડીનાર પોર્ટ અને પાવર પ્લાન્ટ સાથે રીફાઇનરીના ઉઘોગકારો માટે અસરકર્તા બની રહેશે.

આ કરાર અંગે સૌ પ્રથમ બે વર્ષ અગાઉ જ બીજ રોપાયા હતા. જેના દ્વારા રોઝનેફટ દ્વારા ભારતના રીટેઇલ ક્ષેત્રે મહત્વના ફયુલ માર્કેટ પર કબ્જો મેળવવાનો હતો. રોઝનેફટ અને ટ્રાફીગ્યુરા આશાસ્પદ પ્રવર્તમાન આંતર રાષ્ટ્રીય કંપની છે કે જેણે રોયલ ડચ શેલ અને ભારત પેટ્રોલીયમ બાદ ભારતના ફયુલ રીટેઇલ બજારમાં પ્રવેશ કર્યો છે.

રોઝનેફટ દ્વારા વેનેઝુએલાન ઓઇલથી એસ્સાના વાડીનાર રીફાઇનરી સાથેના કરારને ભારતીય કંપની દ્વારા મંજુર કરવામાં આવી હોવાનું ભારતીય કંપનીના મેનેજીંગ ડિરેકટર એલ.કે. ગુપ્તા દ્વારા ગત વર્ષે ઓગષ્ટમાં જ જણાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.