કુલ ૬૪૫ કરોડના પ્રોજેકટમાં ઈકો ફ્રેન્ડલી પેટ્રોલ-ડીઝલનું ઉત્પાદન થશે

અગ્રણી ઇપીસી કોન્ટ્રાક્ટર એસ્સાર પ્રોજેક્ટ્સ ઇન્ડિયા લિમિટેડ (ઇપીઆઇએલ)એ આજે ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડનાં કોચી રિફાઇનરી (બીપીસીએલ-કેઆર) માટે કોક ડ્રમ સ્ટ્રક્ચર પેકેજ (સીડીએસપી)નાં સફળ પરીક્ષણ અને અમલની જાહેરાત કરી હતી. આ પેકેજનું કોન્ટ્રાક્ટ મૂલ્ય રૂ. ૬૪૫ કરોડ છે.

સીડીએસપી બીપીસીએલ-કેઆરનાં ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી એક્સપાન્શન પ્રોજેક્ટનો ભાગ છે, જેનાી તેની કામગીરીની ક્ષમતા ૯.૫ એમટીપીએી વધીને ૧૫.૫ એમટીપીએ શે. આ પ્રોજેક્ટ પૂર્ણ વાી બીપીસીએલ-કેઆર વૈશ્વિક ધારાધોરણો ધરાવતી સુવિધામાં પરિવર્તિત શે તા યુરો-૩ અને ૪નાં નિયમોનું પાલન કરતાં ઇકો-ફ્રેન્ડલી પેટ્રોલ અને ડિઝલનું ઉત્પાદન કરશે. તે દક્ષિણ ભારતને લિક્વિફાઇડ પેટ્રોલીયમ ગેસ (એલપીજી), મોટર સ્પિરિટ (એમએસ) અને હાઈ સ્પીડ ડિઝલ (એચએસડી) જેવા ઉત્પાદનોમાં સ્વનિર્ભર બનાવશે.

ઇપીઆઇએલનાં સીઓઓ એ વી અમરનો કહ્યું હતું કે: આ પ્રોજેક્ટ પૂર્ણ વાી અમારી જટિલ અને પડકારજનક પ્રોજેક્ટ્સ હા ધરવાની અને પૂર્ણ કરવાની ક્ષમતા સ્પષ્ટપણે સપિત ઈ છે. રિફાઇનરી પ્રોજેક્ટ્સનો અમલ કરવાની અમારી કુશળતાએ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. એસ્સાર પ્રોજેક્ટ્સ દરેક પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવામાં માનવીય કુશળતા અને ટેકનોલોજીનો સુભગ સમન્વય ધરાવે છે.

પ્રોજેક્ટ સો કોક ડ્રમ્સ અને કોક ફ્રેક્શનેટર જેવા ડાઇમેન્શનલ ક્ધસાઇન્મેન્ટનું સાંકડા રોડ મારફતે મોડ્યુલર ફોર્મમાં પરિવહન અને તેમને સાઇટ પર મર્યાદિત જગ્યામાં એસેમ્બલિંગ કરવાની જવાબદારી સંલગ્ન હતી. પછી ૪૨.૫ મીટરની લંબાઈ અને ૯.૨ મીટરનાં ડાયામીટર સો આશરે ૬૦૦ મેટ્રિક ટન (એમટી) વજન ધરાવતાં દરેક કોક ડ્રમને ભારે ક્રેનનો ઉપયોગ કરીને લગભગ ૩૨ મીટર સુધી લિફ્ટ કરીને ઊભું કરવામાં આવ્યું હતું. ઉપરાંત તમામ ચાર કોક ડ્રમ માટે આ કામગીરી કેરળમાં ચોમાસાની સિઝન દરમિયાન ૨૦ દિવસની વિક્રમ સમયની અંદર પૂર્ણ કરવામાં આવી હતી.

ડિલેય કોકર યુનિટની ૩.૮૪ એમટીપીએ ક્ષમતા સો સીડીએસપી મુખ્યત્વે ૪ કોક ડ્રમ્સ, કોક ફ્રેક્શનેટર કોલમ માટે ઇપીસી કામગીરી ધરાવે છે, જેમાં ઇન્ટરનલ્સ, કોક કટિંગ સિસ્ટમ સામેલ છે, જેમાં પમ્પ, કોક ડ્રમ ટોપ અને બોટમ હેડિંગ/અન-હેડિંગ સિસ્ટમ, સ્વિચ વાલ્વ્સ, હાઇડ્રો સાઇકલોન, એલીવેટર્સ અને ક્લીઅર વોટર ટેન્ક, કોક પિટનું સિવિલ વર્ક, મેઝ, બ્રિજ ક્રેન, એલીવેટર અને પાઇપિંગ, ઇલેક્ટ્રિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન સહિત સંલગ્ન આનુષંગિક ઉપકરણ/સુવિધાઓ સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.