ધોરાજી તાલુકા નાં સુપેડી ગામે આવેલ ભાદર નદી કાંઠે આવેલ સુપેડી નાં લગભગ આઠ થી એક હજાર વીઘા માં વાવેલ મગફળી કપાસ તથા અન્ય પાક નુ વાવેતરો કર્યા હતાં જેમાં વધું પડતાં વરસાદ ને કારણે ભારે નુકશાન થયું છે અને ઉભો પાક નિષ્ફળ થયો છે ખેડૂતો દ્વારા વાવેલા પાક જેવાં કે કપાસ માં વધું પાણી આવતાં બેઠાં પાક બળી ગયાં હોય જેથી આવાં પાકો ને કાંપી ને ફેંકી દેવા નો વારો આવ્યો છે ધોરાજી નાં સુપેડી ગામે રહેતા અ સંખ્યા ખેડૂતો નાં પેટ પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે આખાં વર્ષ ની મહેનત પર પાણી ફરી વળ્યું છે જેથી ખેડૂતો પાસે પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને નદી કાંઠે આવેલ ખેતરોમાં હજું પણ પાણી ભરાયા હતા અને ખેડૂતો ને પોતાનો ખેતરોમાં જવું પણ મુશ્કેલી પડી રહી છે અને પાકો ની માવજત કેમ કરવી તે પણ એક પ્રશ્ન છે તથા મુખ્ય મંત્રી તાત્કાલિક ધોરણે ખેડૂતો ને પાકો માં ભારે નુકશાની અંગે વળતર ચૂકવવા ખેડૂતોની લાગણી અને માગણી છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…