Abtak Media Google News
  • કપાસ, મગફળી અને સોયાબિન સહિત પાક સંપૂર્ણ ધોવાઈ ગયા: કરોડો રૂપીયાનું નુકશાન
  • સમઢીયાળા: સરકાર વહેલી તકે સર્વે કરીને તાત્કાલિક સહાય આપે: ખેડુત જમનભાઈ

સમઢીયાળાના જમનભાઈ રૂપાપરા નામના  70 વર્ષીય ખેડુતે જણાવેલ કે ્રઓલ સાલ એક અઠવાડિયામાં 50 ઈંચ કરતા વધુ વરસાદ પડી ગયેલ છે. પણ સરકારી ચોપડે ઓછો બતાવી ખેડુતોને સહાયથી ગુમરાહ કરી વંચિત રાખી રહ્યાનું જણાવેલ વધુમાં જમનબાપાએ જણાવેલ કે સમઢીયાળા ગામે દક્ષિણ તરફ કરાર તરીકે ઓળખાતી જમીનમાં કથરોટા અને હળમતીયાની વચ્ચે મોટીમારડ, કાથરોટાની સીમ જમીનનું પાણી ફરી વળ્યા હતા જયારે મેદીપારા હોકરા તરીકે ઓળખાતી જમીનમાં ચિચોડા ગામ પાટણવાવ ડુંગરનુ પાણી કાથરોટા પાસે આવેલ ચેકડેમ તુટી જતા આ પાણી મેદીપારાની સીમ જમીનમાં ફળી વળતા જમીન ઉપર દરીયો દેખાવા લાગ્યો હતો. સમઢીયાળાથી તલેગણા રોડ ઉપર આવેલ  રેલણ જમીનમાં પણ પાણી ફરી વળ્યા હતા. જયારે ભાદર કાંઠાના  કોબા વિસ્તાર તરીકે ઓળખાતી જમીનમાં મેદીપારાનું પાણ ભાદર કાંઠાનું પાણી ફરી વળતા સમગ્ર ગામની જમીન સંપૂર્ણ ધોવાઈ ગયેલ છે. સીમ જમીનનાં સેઢા પારા પણ તુટી ગયા છે. હવે સામાન્ય વરસાદ પડે તો પણ પાણી ખેતરોમાં ઘુસી જઈ શકશે ભારે વરસાદને કારણે ખેડુતોની જમીન ધોવાણ થતા હજારો એકર જમનમાં કરોડો રૂપીયાનું નુકશાન થયેલ છે. ખેડુતો હવે પાંચ વર્ષ સુધી બેઠો નહી થઈ શકે સરકારે વહેલી તકે  સર્વે કરાવી તાત્કાલીક ધોરણે સીમ જમીન અને પાક ધોવાણનું વળતર  આપવ માંગણી કરી છે.

નાગવદર: અતિ ભારે વરસાદથી જમીનની ફળદ્રુપ માટી પાણીમાં તણાય ગઈ: કાંતીભાઈ વેકરિયા

જયારે નાગવદર ગામના કાંતીભાઈ વેકરીયા નામના ખેડુતે જણાવેલ કે નાગવદર ગામની સેલ વિસ્તાર તરીકે ઓળખાતી જમીનમાં નાગવદર ગધેથર આશ્રમના પાછળના ભાગની વિજળીયાવાળુ તરીકે ઓળખાતી જમીનમાં  મોટો પાણીના પ્રવાહ આવતા સેલ વિસ્તાર છેક વરજાંગ જાળીયાના પાદર સુધી આ પાણી પહોચતા સેલનીસીમ જમીન સંપૂર્ણ ધોવાઈ ગયેલ હતી. જમીનમાં એક એક ફળદ્રુપ માટી પાણીમાં તણાઈ જતા જમીનમાં પાણા દેખાઈ ગયા છે. મગફળી અને કપાસનો પાક સંપૂર્ણ ધોવાઈ ગયો છે. જમનમાં ત્રણ વર્ષ સુધી કાંઈ પણ થઈ શકે તેમ નથી હાલ જમીનમાં પાછી માટી ભરવી પડે ને લાખો રૂપીયાનો ખર્ચ ખેડુતોને  પરવડે તેમ નથી ત્યારે ગામના ખેડુતોની સીમ જમીન ધોવાણ થ, ગઈ છે. તે ખેડુતો સરકાર  દ્વારા સર્વેની રાહ જોઈને બેઠા છે. જો વહેલાસર સહાય આવે તો શિયાળુ પાક વાવેતર કરી ઢોરને  નિભાવી શકીએ.

મીખાટીંબીનાં ખેડુતોને આકાશી રોજી ઉપર નભે છે: રાજુભાઈ વેકરિયા

મીખાટીંબી ગામના ખેડુત રાજુભાઈ  વેકરીયાએ જણાવેલ કે ખેડુતોને  દર વર્ષ આકાશી રોઝી ઉપર નભવું પડે છે. સારો વરસાદ અને સારો મોલ હોય  ત્યારે માવઠું કે વાવાઝોડુ આવે ઓણસાલ કુદરત જાણે રૂઠયો હોય તેમ ખેડુતોને ભારે વરસાદથી પાયમાલ કરી નાખ્યા છે.મીખાટીંબી ગામની પોરબંદર સાઈડની સીમ જમીનમા  મુરખડાના ખારા વિસ્તારનું પાણી આવતા સીમ જમીન અને પાક ધોવાઈ ગયો છે. ગામમાં આવવાની માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા. ગૌમાતાના નાલા તરીકે ઓળખાતા આથમણી તરફથી પાણી આવતા જમીન સંપૂર્ણ પાણીમાં ગરક થઈ ગઈ હતી. જેના કારણે ત્રણ ત્રણ દિવસ પાણી ભરાઈ રહેતા પાક અને જમીનમાં ધોવાણ થઈ જતા ખેડુતો પાયમાલ થઈ ગયા  છે. જયાં સૌથી વધુ વરસાદ પડયાને અને ઘરોમાં પાણી ઘુસી જવાના કારણે ભારે ખાનાખરાબી જોવા મળી છે.

ઉપલેટા પંથકમાં મેઘરાજાએ જાણે મન મૂકીને  હેત વરસાવ્યા બાદ ભારે ખાનાખરાબી જોવા મળી છે. પંથકના નાગવદર, સમઢીયાળા મેખાટીંબી, લાઠ, વડેખણ અને મેરવદર ગામની રૂબરૂ મુલાકાત લઈ મિડીયા સર્વે હાથ ધરાતા હજારો એકર જમીનમાં ધોવાણ અને કરોડો રૂપીયાનું નુકશાન જગતના તાત માથે ઓઢીને રોવાના વારો આવ્યો છે. ક્પાસ, મગફળી અને સોયાબીનનો પાક સંપૂર્ણ સાફ થઈ જતા ખેડુતો પાયમાલ થઈ ગયા છે. હાલતો સરકારના સર્વેના ભરોષે  બેઠેલા ખેડુતોના હાથમાં કયારે સહાય આવે તેની વરસાદની જેમ રાહ જોઈ રહ્યા છે.

અબતક મિડીયા જયારે વિવિધ ગામોની રૂબરૂ મુલાકાત લઈ  સીમ જમીનનો સર્વે કર્યો તેની તસ્વીર સાથેનો અહેવાલ મેળવી ખેડુતોને વાચા આપવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

ભારે વરસાદને કારણે જમીનનું મોટાપાયે ધોવાણ થયું છે: મેરવદરના સરપંચ

મેરવદર ગામે સરપંચ મનસુખભાઈ કથીરીયાએ જણાવેલ કે અમારા ગામમાં તા. 18મીના રોજ એકધારો 20 ઈંચ જેવો વરસાદ વરસી ગયો હતો. સમગ્ર ગામની જમીનોજળબંબાકાર થઈ ગઈ હતી મોસમનો કુલ વરસાદ  62 ઈંચ જેવો પડી  ગયો છે. તેને કારણે ગામના ઉગમણી તરફ વાંઘારૂ તરીકે ઓળખાતી જમીન જે ઉપલાવદર હનુમાન મંદિરની પાછળની સીમ જમીનમાં ઢાંક ગામની સીમ જમીનનું પાણી ફરી વળેલ હતુ જયારે  ગેઈડ વિસ્તારની જમીનમાં અમરાપર, માલણકા, સિધ્ધપુર ગામોના પાણી આવતા આ જમીનમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા અને આથમણી તરફ મલાર અને ત્રિવેણી તરીકે ઓળખાતી જમીન તથા ઢાંક રોડ ઉપર  સારીકા વિસ્તારના જમીનમાં પ્રાસલા અને વડેખણની સીમ જમીનનું પાણી  ફરીવળતા જમીનનું મોટાપાયે  ધોવાણ થયું છે. પાક સંપૂર્ણ સાફ થઈ ગયો છે. જમીન ધોવાણને કારણે જમીનમાં પાછો પાક વાવી શકાય તેમ નથી હાલ પણ જમીનમાં રેપ ફુટી જવાથી જમીન ઉપર પાણી વહી રહ્યા છે.

છેલ્લા ચાર વર્ષથી ચોમાસામાં અમારૂ ગામ સંપર્ક વિહોણુ બની જાય છે: લાઠના સરપંચ

લાઠ ગામના સરપંચ પૃથ્વીસિંહ ચુડાસમાએ જણાવેલ કે અમારા ગામ છેલ્લા ચાર વર્ષે થયા ચોમાસામાં સંપર્ક વિહોણુ બની જાય છે. ઓલ સાલ ભારે વરસાદને  કારણે ઘરમાં પાણી ઘુસી ગયા હતા તેમજ ગામની સીમ જમીન ભાદર કાંઠાની  કોબા તરીકે  ઓળખાતી જમીનમાં મોજ , ભાદર અને વેણું નદીના પાણી ભેગુ થતા જમીનનું ધોવાણ થયેલ હતુ જયારે જયારે ગામન આથમણી સાઈડ સોબત તરીકે ઓળખાતી જમીન પાટણવાવના તલંગાણા અને સમઢીયાળાની સીમ જમીનનું પાણી વળતા  જમીન સંપૂર્ણ ધોવાઈ  ગયેલ છે. તેમજ હાલમાં પણ  અમૂક  જમીનમાં પાણી ભરાયા છે. જયારે   ગામની નજીક કમઢનદી તરીકે ઓળખાતી જમીનમાં ગામનું પાણી ફરી વળતા આ જમીનમાં વધુ નુકશાન થવા પામેલ છે. સમગ્ર ગામની સીમ જમીનમાં અત્યાર એરંડા, મગફળી અને  સોયાબીનનો પાક સંપૂર્ણ નાશ થઈ ગયો છે. જમીનમાં મોટાપાયે ધોવાણ થવાથી ખેતરોમાં પાક વાવી શકાય તેમ નથી આ  વર્ષે ખેડુતો માટે સંપૂર્ણ ફેઈલ થઈ ગયેલ છે. ગામના ખેડુતો સરકારની સહાય મદદની ભારે રાહ જોઈ રહ્યા છે. સરકાર પણ વહેલી તકે સર્વે કરી સહાય ની ચૂકવણી કરે તેવી અમારી માંગણી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.