ચાર ચેકડેમ તૂટતા શહેરનાં દરબારગઢ, કોળીવાડા, દલિતવાસમાં કમરડુબ પાણી ભરાતા પારાવાર નુકશાની

પૂરને કારણે સ્મશાનની દિવાલ તુટી, અગ્નિદાહ માટે રાખેલા લાકડા તણાઈ ગયા

રૂપાવતી નદીનો સેલ ખેતરોમાં ફરી વળતા ધોવાણને કારણે સીમમાં સફેદ માટી દેખાવા લાગી

છેલ્લા ૪૮ કલાક દરમ્યાન સૌરાષ્ટ્રનાં અનેક જગ્યાએ ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ખાનાખરાબી થઈ છે. ત્યારે તાલુકાના ભાયાવદર ગામે શહેરી વિસ્તારનાં ઘરોમાં કમર બુડ પાણી ભરાઈ ગયા હતા જયારે સીમ જમીનમાં રૂપાવતી નદીના ભારે પૂરના કારણે હજારો હેકટર જમીનનુ ધોવાણ થઈ ગયું છે. સીમ જમીનના રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જયારે ચાર જેટલા ચેક ડેમો તુટી જતા ભારે ખાના ખરાબી થઈ છે. ખેતરોમાં પાણી ઘુસી જતા હજારો હેકટર જમીન ધોવાણને કારણે સફેદ માટી દેખાવા માંડતા ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ અંગે જીલ્લા ભાજપના ઉપપ્રમુખ સરકારમાં રજુઆત કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગણી પણ કરેલ છે.

છેલ્લા ત્રણ દિવસ થયા ઉપલેટા તાલુકાના ભાયાવદર પાનેલી ચરેલીયા, પડવલા સહિત વિસ્તારમાં ૧૨ થી ૧૫ ઈંચ જેવું પાણી પડી જતા શહેરમાં નીચાણ વારા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાના બનાવ બન્યા હતા રૂપાવતી નદીમાં ભારે પાણી પ્રવાહને કારણે તેનું પાણીની સેલ પડતા ભાયવાદર માંજીરા અને ખાખીજાળીયા ગામની હજારેક હેકટર સીમ જમીનનું ધોવાણ થઈ ગયું છે. સીમ જમીનની કાળી માટી સંપૂર્ણ ધોવાઈ જતા સફેદ માટી ખેતરોમાં દેખાવા મંડતા ખેડુતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડુતોને પાક સાથે જમીન ધોવાના બે બાકાળા બની ગયા હતા જયારે ક્ષાર વિસ્તાર તરીકે ઓળખાતી સીમ જમીનમાં રૂપાવતી નદીમાં ભારે પાણીના કારણે સેલ પડતા આ વિસ્તારનાં ચાર ચેક ડેમો તુટી ગયા હતા. સીમ જમીનનાં રસ્તાઓ ધોવાણ થઈ જતા ખેડુતોને રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. ખેડુતોને ખેતરો સાથે પાક ધોવાઈ જતા કરોડો રૂપીયાનું નુકશાન થવા પામ્યું છે. ખેડુતના ખેતરોમાં ભર ચોમાશે નદી વહેવા લાગી તેવો માહોલ સર્જાયો હતો.

yu

જયારે ભાયાવદર શહેરી વિસ્તારમાં દરબારગઢ અને ધશેબીતળ વિસ્તારનાં કોરીવાસમાં ૫૦ કરતા વધુ મકાનમાં કમર બુડ પાણી ઘુસી ગયા હતા આને કારણે અનેક લોકો કલાકો સુધી ફસાઈ ગયા હતા સ્મશાનની દિવાલોબે ભાગની દિવાલ તુટી જવાથી અગ્નિસંસ્કાર કરવા માટે રાખેલા બે ગાડી જેટલા લાકડાઓ પણ પાણીમાં તણાઈ જવાના સમાચારો પ્રાપ્ત થયા છે.જયારે ક્ધયાશાળાની પાછળ આવેલ દલીતવાસમાં કમરબુડ પાણી ઘરમાં ઘુસી જતા આ વિસ્તારનાં લોકોને મોડી રાત્રી સુધી જાગરણ કરવાનો વારો આવ્યો છે. આ અંગે ગામના ૭૨ વર્ષિય ઉમર ધરાવતા સામાજીક કાર્યકર રમણીકભાઈ રતનશીભાઈ માકડીયાએ જણાવેલ કે છેલ્લા ૪૦ વર્ષમાં કયારેય આવું નદીમાં પૂર આવેલ નહોતું બે દિવસમાં વરસાદને કારણે ખેતીની જમીનમાં પથરા દેખાઈ ગયા છે.

hjk

હવે આ સીઝનમાં લાખો રૂપીયા નાખવા છતા કો, ઉપજ થઈ શકે નહી આ વરસાદને કારણે ગામનાં ખેડુતોની આંખમાં આસુ આવી ગયા છે. પણ કુદરત પાસે કોઈનું કાઈ ચાલતુ નથી તેમ જણાવેલ હતુ.

જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ઈન્દ્રવિજયસિંહની વળતર આપવા સરકારમાં રજૂઆત

rfy

આ અંગે ભાયાવદર ગામનાં ખેડુત અગ્રણી અને જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ચુડાસમાં શહેર ભાજપના પ્રમુખ અતુલભાઈ વાછાણી અને મહામંત્રી સરજુભાઈ માકડીયાએ રાજયના કૃષિમંત્રી અને સંસદ સભ્ય ને ટેલીફોનીક વાત કરી ભાયાવદર, માંજીરા, ખાખીજાળીયા સહિતની સીમજમીન ભારે પાણીના પ્રવાહને કારણે ધોવાણ થઈ ગયું છે. ત્યારે આ જમીનનું સરકાર દ્વારા સર્વે કરાવી ખેડુતોને ગયેલુ કરોડો રૂપીયાનું નુકશાન ચૂકવવા માંગણી ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.