ગઢાળા જવામાં સેંવત્રા ફરી જવું પડતું હોવાથી વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી
મોજ ડેમ ઓવરફલો થવાને કારણે ગઢાળા ગામ પાસે આવેલ ક્રોઝવે પાણીમાં ગરકાવ થવાથી સંરણ ધશેવાણ થતા ગઢાળા જવા આવવા માટે સંવેત્રા ફરીને જવું પડતું હોવાથી વિદ્યાર્થી અનેગ્રામજનો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.
તાલુકાના ગઢાળા ગામ જવા માટે કોઝવે ઉપર થઈને જવું પડે છે. ઓણસાલ પ્રથમ વરસાદમાં મોજડેમ ઓવરફલો થવાને કારણે આ ક્રોઝવે ધોવાઈ ગયો હતો. છેલ્લા પાંચ વર્ષ થયા ડેમ ઓવ ફલો થાય છે. ત્યારે દર વર્ષે આ કોઝવે ઉપર પાણીઆવી આવી જવાને કારણે દર વર્ષે કોઝવેમાં નાના મોટા ગાબડા પડતા હતા પણ સરકારની વિકાસની વાતો વચ્ચે તંત્ર દ્વારા દર વર્ષ મોરમ નાખી ગાબડા પૂરવામાંઆવતા હતા આ વર્ષે કોઝવે સાવ ભાંગી ને ભૂકો થઈ ગયો હોવા છતાં ત્રણ ત્રણ દિવસ થયા તંત્ર દ્વારા પ્રાથમિક ધોરણે વાહનો ચાલે તેવી કોઈ સુવિધા કરવામાંઆવી નથી આથી ગઢાળા ગામના લોકો વિદ્યાર્થીઓને સંવેત્રા ગામ ફરીને જવું પડતુ હોવાથી વિદ્યાર્થી સમયસર સ્કુલે પહોચી નથી શકતા અને ગ્રામજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ અંગે ગઢાળા તા પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે ચિમકી આપતા જણાવેલ કે જો સમયસર ક્રોઝવેની કાર્યવાહી નહી કરવામા આવે તો ગ્રામજનો સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
કોઝવેની જગ્યાએ નવો પુલ બને તો કાયમી ઉકેલ
ગઢાળા ગામ પાસે જે કોઝવે આવેલ છે તેની ઉપરના ભાગમાં મોજડેમ આવેલ છે. આ ડેમ વર્ષોથી છે અવાર નવાર ઓવર ફલો થવાને કારણે પાણી છોડવામાા આવે છે. આને કારણે કોઝવે ધોવાઈ જાય છે. જો કોઝવેની જગ્યાએ પુલ બનાવામાં આવે તો કાયમી આ પ્રશ્ર્નો ઉકેલ આવી શકે છે. પણ કહેવાતા અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે ઓરમાર્યું વર્તન ને કારણે ગ્રામજનોને મુશ્કેલી ભોગવી રહ્યા છે.