બૉલીવુડની ફિલ્મ અને મ્યુઝીક જગવિખ્યાત પામ્યા છે ત્યારે હવે વર્લ્ડવાઇડ વ્યુવર્સનો જાણે ક્રેઝ વધ્યો હોય તેમ પહેલા સલમાન ખાને એમેઝોનને પોતાની ફીલ્મોના રાઇટ્સ વેચ્યા તો હવે તે દિશા તરફ બૉલીવુડની નામાંકિત કંપની ઇરોઝ ગ્રુપ હવે એપલને પોતાની ફિલ્મો અને મ્યુઝીક લાયબ્રેરી 1 બિલિયન ડોલરમાં વેચશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
ઇરોઝ ગ્રુપની ફિલ્મો અને મ્યુઝીક સિવાય OTT પ્લેટફોર્મ, ઇરોઝ નાવ, અને ઓનલાઇન વિડીયો સ્ટ્રીમીંગનો પણ સમાવેશ કરવાની સંભાવના દર્શાઇ રહી છે તેવા સમયે ઇરોઝ ગ્રુપ તેની આ કન્ટેન્ટ વિશ્વ કક્ષાએ એપલ દ્વારા પહોચડવા માંગે છે. જેનો સબ્સ્ક્રિપ્શન રેટ 120 રૂ છે, જેના ભારતમાં એપલ મ્યુઝીકનો સમાવેશ થાય છે. જે વ્યક્તિગત મેમ્બરશિપના આવરે છે ત્યારે એપલ આ સુવિધાને ત્રણ મહિનાના ફ્રી ટ્રાયલ બાદ આપે છે. જ્યારે આવી બીજી કંપનીઓમાં નેટ ફિક્સ છે જે એક મહિનાના સબસ્ક્રીપ્સન વ્યક્તિગત મેમ્બરશિપ માટે લોકોને પણ એપલ સસ્તું પડે છે.
ઇરોઝ ગ્રુપ એ અન્ય કંપનીઓ જેવી કે એમેઝોન, નેટફિક્સ સાથે પણ વાત કરી હતી પરંતુ તેનો જવાબ હજુ સુધી આવ્યો નથી. જેથી જોવાનું રહ્યું કે ઇરોઝને એપલ સાથેનો આ બિઝનેશ ફળશે કે કેમ ??