નહેરુ મ્યુઝિયમનું નામ બદલી પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ કરાયું

નામ બદલાવની જાહેરાત થતાની સાથે જ ભાજપ – કૉંગેસ વચ્ચે વાકયુદ્ધ શરૂ

દેશની રાજધાનીમાં સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે તે પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ અને લાઇબ્રેરી તરીકે ઓળખાશે. નહેરુ મેમોરિયલનું નામ બદલવાને લઈને કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે મોદી સંકુચિત માનસિકતા અને બદલો લેવાનું બીજું નામ છે.

નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટીની ખાસ બેઠકમાં તેનું નામ બદલીને વડાપ્રધાન મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વિશેષ બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી હતી, જેઓ સોસાયટીના ઉપાધ્યક્ષ છે.

2016 માં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તીન મૂર્તિ સંકુલમાં ભારતના તમામ વડાપ્રધાનોને સમર્પિત એક સંગ્રહાલય સ્થાપિત કરવાનો વિચાર રજૂ કર્યો હતો. એનએમએમએલની કારોબારી પરિષદ દ્વારા 25 નવેમ્બર 2016ના રોજ તેની 162મી બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી હતી. હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે અને વડાપ્રધાનનું મ્યુઝિયમ 21 એપ્રિલ 2022ના રોજ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

ખરેખર, એક્ઝિક્યુટિવ કાઉન્સિલને લાગ્યું કે સંસ્થાનું નામ વર્તમાન પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ હોવું જોઈએ, જેમાં એક નવું મ્યુઝિયમ સામેલ છે, જે સ્વતંત્ર ભારતમાં લોકશાહીની સામૂહિક યાત્રા અને રાષ્ટ્રનિર્માણમાં દરેક વડાપ્રધાનના યોગદાનને દર્શાવે છે. મ્યુઝિયમ અપડેટ કરવામાં આવ્યું છે મ્યુઝિયમ રિનોવેટેડ અને રિફર્બિશ્ડ નેહરુ મ્યુઝિયમ ઈમારતથી શરૂ થાય છે, જે જવાહરલાલ નહેરુના જીવન અને યોગદાન પર ટેક્નોલોજીની રીતે અદ્યતન પ્રદર્શનો સાથે સંપૂર્ણપણે અપડેટ કરવામાં આવ્યું છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું કે, મોદી સરકાર સંકુચિતતા અને બદલો લેવાનું બીજું નામ છે. 59 થી વધુ વર્ષોથી, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી વૈશ્વિક બૌદ્ધિક સીમાચિહ્ન અને પુસ્તકો અને રેકોર્ડ્સનું ખજાનાનું ઘર છે. હવેથી તે વડાપ્રધાન મ્યુઝિયમ અને સોસાયટી કહેવાશે. પીએમ મોદી ભારતીય રાષ્ટ્ર-રાજ્યના શિલ્પકારના નામ અને વારસાને બદનામ કરવા, અપમાનિત કરવા અને નષ્ટ કરવા માટે શું નહીં કરે. પોતાની અસલામતીના બોજ હેઠળ દબાયેલો એક નાનકડો વ્યક્તિ સ્વયં-ઘોષિત વિશ્વ ગુરુ બનીને ફરતો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.