આઈ.સી.યુ અને ઓક્સિજન સુવિધાની સાથે 100 બેડની સુવિધા ઉપલબ્ધ થશે
ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે સાબરકાંઠા જીલ્લા ખાતે ઈડરમા સૌપ્રથમવાર અતિ આધુનિક સુવિધાઓથી સુસજ્જ તમામ સામાન્ય અને જટીલ રોગોના નિદાન અને સારવારની રાહતદરે સુવિધાઓ તેમજ ચોવીસ કલાક ખડેપગે રહેનાર નિષ્ણાત ડોક્ટરોની ટીમ સાથે આકાર લઈ ચુકેલી અને સાબરકાંઠા જીલ્લાના પીઢ સહકારી આગેવાન સ્વ.ખેમાભાઈ હિરાભાઈ પટેલના સંસ્મરણમાં બનાવેલી ખેમાભાઈ હિરાભાઈ હોસ્પિટલ (કે.એચ) મલ્ટી હોસ્પિટલનો લોકાર્પણ કાર્યક્રમ તા.25/05 બુધવારના રોજ સાજે 7 કલાકે યોજાનાર છે.
ત્યારે વિવિધ વિભાગોના ઉદઘાટન પણ કરવામાં આવનાર છે જેમાં અધ્યતન સુવિધાઓથી સુસજ્જ 100 બેડ સાથે આઈ.સી.યુ તેમજ ઓક્સિજન ની સુવિધા અને ફાયર સેફ્ટી સાથે દર્દીઓની સેવા માટે ખૂલ્લી મુકવામાં આવનાર છે આ ઉદઘાટન સમારોહમાં સાબરકાંઠા જિલ્લાના સાંસદ દિપસિંહ રાઠોડ,રાજય સભાના સાંસદ રમીલાબેન બારા, ઈડર-વડાલી ના લોકપ્રિય ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા,પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા અને સાબરકાંઠા જીલ્લા ભાજપના પ્રમુખ જે.ડી.પટેલ, પુજય શ્યામસુંદરદાસ મહારાજ (વસાઈ) દ્વારા આશીર્વચન આપવામાં આવશે તેમજ મુખ્ય મહેમાનોમા ડો.ભગુભાઈ પટેલ ત્રિમૂર્તિ હોસ્પિટલ ઈડર, ડો.જયેશ પટેલ કેન્સર સજેન એપોલો હોસ્પિટલ,પી.સી.પટેલ પ્રભારી અમદાવાદ જીલ્લા ભાજપ, શંકરભાઈ બેગડીયા ચેરમેન આરોગ્ય સમિતિ સા.કા જીલ્લા પંચાયત, જયસિંહ તંવર પ્રમુખ ઈડર નગરપાલિકા વિગેરે મહેમાનો ઉપસ્થિત રહેનાર છે તેમજ અતિથિ વિશેષમાં ગુજરાતના ખ્યાતનામ ગીત સંગીતના લોક કલાકારોમાં ગમન સાંથલ, વિજય સુવાળા, દિવ્યા ચૌધરી, સિધ્ધાર્થ માડી, કાજલ પ્રજાપતિ, વિનય નાયક, મહેશ રબારી તેમજ ભૂવાજી સની માડી આ તમામ લોકડાયરાના કલાકારોનું વિશેષ સન્માન અને સ્વાગત ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર કલાકાર હિતુભાઈ કનોડિયા તેમજ તેમના ધર્મ પત્ની મોના થીબા દ્વારા કરવામાં આવનાર છે જયારે આ કાર્યક્રમના સફળ સંચાલન માટે આશોકભાઈ પટેલ તથા તેમની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.