298 બાળકોને ભવિષ્યમાં સારવાર આપવી પડે તેવું તારણ
14 હોસ્પિટલમાં 32 પીડિયાટ્રીક ડોકટરો તૈનાત કરતા જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ
જિલ્લા કલેકટર કચેરી ખાતે કોરોનાની ત્રીજી વેવ સામે તૈયારીઓ બતાવવા રાજકોટ કલેકટર અને શહેરના પીડિયાટ્રીક ડોકટરોની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કલેકટરે જણાવ્યું હતું કે, ત્રીજી વેવ સામે લડવા તંત્ર સુસજ્જ બન્યું છે. ખાસ બેડ અને ઓક્સિનની વ્યવસ્થાઓ વધારવામાં આવી છે. તેમજ નવા ઓક્સિજન પ્લાન્ટોને સ્થાપવામાં આવ્યા છે. પીડીયુ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ અને સમરસ ખાતે બેડની વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, સીએચસી, પીએચસી સેન્ટરોમાં બેડની વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. સાથે ઓક્સિજનની કનેક્ટિવીટી પણ વધારવામાં આવી છે.
આશા કરીએ કે, ત્રીજી વેવ ન આવે પરંતુ જો ત્રીજી વેવ આવે તો તેના ભાગરૂપે કલેકટર દ્વારા પીડિયાટ્રીક સર્વે કરવામાં આવ્યો છે. જેમાં જન્મજાત બાળકથી લઈ પાંચ વર્ષના બાળક સુધીનો સર્વે કરાયો છે. જેમાં અમુક ગાઈડ લાઈન નક્કી કરી જિલ્લાના તબીબી ટીમ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કામગીરી સોંપવામાં આવી છે. રાજકોટ રૂરલના ગામડાઓમાં હાલ સર્વેમાં કરવામાં આવ્યો છે. જેમાં 1,40,355 બાળકોનો સર્વે કરાયો છે. આ સર્વેને ચાર કેટેગરીમાં કરવામાં આવ્યો છે. આ કેટેગરીમાં બાળકોને અલગ અલગ ચાર કેટેગરીમાં તારવવામાં આવ્યા છે. આ સર્વેે સંપૂર્ણપણે આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનો દ્વારા કરવામાં આવ્યો છે.
રાજકોટની તબીબી ટીમે ખુબ સારી મહેનત કરી છે. આ સર્વેમાં 298 બાળકોને હાયર સેન્ટરમાં મોકલવામાં આવે તેવું તારણ કાઢવામાં આવ્યું છે. આ બાળકોને શહેરની સારામાં સારી પીડિયાટ્રીક હોસ્પિટલમાં પણ સારવાર આપવામાં આવશે. રાજકોટ કલેકટર દ્વારા ત્રીજી વેવ દ્વારા ત્રીજી વેવનો સામનો કરવા 14 જેટલી પીડિયાટ્રીક હોસ્પિટલો અને 32 પીડિયાટ્રીક તબીબોની ટીમ તૈનાત કરી છે.
વધુમાં કલેકટર અરૂણ મહેશ બાબુએ કરોનાની ત્રીજી વેવને લઈ પીડિયાટ્રીક તબીબો સાથે પ્રેસ કોન્ફરસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલોમાં ખાસ બેડ અને ઓક્સિજનની વ્યવસ્થામાં વધારો કરવામાં આવે તેમજ નવા ઓક્સિજન પ્લાન્ટોને સ્થાપવામાં આવે, પીડીયુ હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, સમરસ ખાતે બેડની વ્યવસ્થામાં વધારો કરવામાં આવે. ગ્રામ્ય વિસ્તારોમાં સબડિસ્ટ્રીક હોસ્પિટલ સીએચસી, પીએચસી સેન્ટરોમાં બેડની વ્યવસ્થામાં વધારો કરવામાં આવે. સાથે ઓક્સિજનની કનેક્ટિવીટીમાં વધારો રહ્યાં છે.
આશા કરીએ કે ત્રીજી વેવ ન આવે પરંતુ જો ત્રીજી વેવના ભાગરૂપે અમે પિડીયાટ્રીક સર્વેમાં જન્મજાત બાળકથી લઈ 5 વર્ષના બાળક સુધીનો સર્વે કર્યો છે. જેમાં અમુક ગાઈડ લાઈન નક્કી કરીને જિલ્લાના તબીબી ટીમ જિલ્લા વિકાસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નીચેના આરસી ઓથોરીટી ટીમમાં ચર્ચા કરી તેઓને કામગીરી સોંપી હતી. પીડિયાટ્રીક સર્વે અમે 10 ઓગષ્ટના પૂર્ણ કર્યું છે. 1,43,355 બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે. આ સંપૂર્ણ સર્વે આંગણવાડી તથા આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવ્યો છે. આ સર્વેમાં ગ્રામ્ય કક્ષામાં કરવામાં આવ્યો છે અને રાજકોટના તબીબી ટીમ ખૂબ સારી કામગીરી કરી છે.
ખાસ કરીને આર.બી.એસ.ની ટીમ, મેડિકલ ઓફિસરની ટીમ, આશા વર્કર, આંગણવાડી વર્કર સાથે અમારો તમામ સ્ટાફ આ સ્ક્રીનિંગની કામગીરીમાં હતો. 3962 બાળકોને અમે આરબીએસની ટીમને સોંપ્યા છે જેની અંદર 99 ટકાનું સ્ક્રીનીંગ પૂરું થઈ ગયું છે. 2162 બાળકોને આરબીએસની ટીમ સ્થળ પર રૂબરૂ ચકાસણી કરીને એસપીઓ-2 લેવલ ચેક કરતા હોય છે. ભારત સરકારના મીનિસ્ટ્રી ઓફ હેલ્થના ગાઈડ લાઈન પ્રમાણે તેમનું રિસ્પીયુરેટરી 40 થી 60 ટકાના બેઝમાં તેમની નોંધણી કરવામાં આવે છે. આ નોંધણી મુજબ અમે 298 બાળકોને હાયર સેન્ટરમાં મોકલેલ છે. આ બાળકોમાં સમસ્યા દેખાઈ શકે છે તે માટે તેઓને ત્યાં મોકલવામાં આવ્યા છે.
આ ગાઈડ લાઈનમાં ચાર પ્રકારની કેટેગરી કરવામાં આવી છે. આ ચાર કેટેગરીમાં બાળકોને સમયસર ટ્રીટમેન્ટ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બાળકો અને વડીલોને રિવર્સ ક્વોરન્ટાઈન કરીશું જેથી તેમને ચેપ લાગે નહીં. આ જે 300 બાળકો છે તેમને રોજકોટ રૂરલમાંથી તેને સિટીની પીડિયાટ્રીક હોસ્પિટલમાં સારવાર આપશે અને તેમના વાલીઓને પણ જાણ કરી સાથે રાખવામાં આવશે. બાળકો માટે 14 જેટલી પીડિયાટ્રીક હોસ્પિટલ હાલ કાર્યરત છે જેમાં 32 પીડિયાટ્રીક ડોકટરને તૈનાત કરવામાં આવ્યા છે.
પીડીયુ હોસ્પિટલમાં 100 બેડ પીડીયાટ્રીક માટે રાખવામાં આવશે. અત્યારે નોંધેલા બાળકોનું સર્વે કરવામાં આવ્યું છે. થોડાક દિવસોમાં છેવાડાના અને વાડી વિસ્તારમાં રહેતા બાળકોનું પણ સર્વે કરવામાં આવશે. આવનારા દિવસોમાં કોર્પોરેશન સાથે મળી શહેરી વિસ્તારમાં પણ બાળકો માટે સર્વે કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ 10.80 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. હાલ 23 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર છે. તેમજ ઔદ્યોગીક એરીયામાં પણ વેક્સિનેશન ખુબ સારૂ થયું છે.
લેન્ડગ્રેબિંગની વધતી જતી ફરિયાદો પર કલેકટર દ્વારા બેઠક બોલાવાશે ?
મિલકત સંબંધી ગુનાઓને કાબુમાં લેવા માટે લેન્ડ ગ્રેબિંગના કાયદાથી મિલકત ધારકોને રક્ષણ આપવાના સરકારના અભિગમને વ્યાપક પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે અને લેન્ડ ગ્રેબિંગ અંગેના મામલાઓની ફરિયાદો કરવાની હિંમતમાં વધારો થવા લાગ્યો છે. જિલ્લા સ્તરે ફરિયાદોનો ઢગલો થવા લાગ્યો છે ત્યારે લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદોના ભરાવાને લઈને કલેકટર દ્વારા મીટીંગ બોલાવીને અરજી અને ફરિયાદોનો નિકાલ જલ્દી થાય તેવી માંગ ઉઠવા પામી છે.