પાડોશીમાં આગ ઠારવી જરૂરી !!
કોરોનાને લીધે વિશ્વના નબળા ગરીબ દેશોને બહુ માઠી અસર થઈ છે. ત્યારે પાડોશીની આગ ઠારીએ તો આપણે સુખી શાંતિથી જીવી શકે એ ન્યાયે ધનવાન દેશોએ ગરીબ દેશોની ખાધ પૂરવા માટે તૈયારી બતાવી છે. ધનવાન દેશો ગરીબ દેશો પોતાની ખાધ પૂરી શકે તે માટે નાણાકીય સહાય આપવા સહમત થયા છે.
આફ્રિકા સહિતના દેશોમાંથી કોરોના દૂર કર્યા બાદ જ આપણે કોરોના સામે જીત મેળવી શકયા તેમ કહી શકાય તેવું ૨૦ યુરોપીયન અને આફ્રિકાના આગેવાનોની બેઠક યોજાયા બાદ આ નિર્ણય જાહેર કરાયો હતો.
જી.૨૦ ગ્રુપના દેશોના નાણામંત્રીઓની બેઠક યોજાઈ હતી જેમાં અમેરિકા, ચીન, ભારત સહિતના દેશોના નાણામંત્રીએ ઉપસ્થિત રહ્યા હતા અને ગરીબ દેશોના લેણા હાલ મોકૂફ રાખવા નિર્ણય કર્યો હતો.
કોરોનાથી અસરગ્રસ્ત ગરીબ દેશોને આરોગ્ય માટે તથા અન્ય સહાય કરવા ચીન વિરોધ કરે તેવી શકયતાને એક બાજુ મૂકીને નાણામંત્રીઓની વીડીયો કોન્ફરન્સ યોજવામા આવી હતી.
ફ્રાન્સ, ઈથોપીયા, દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોએ સંયુકત નિવેદનમાં જણાવ્યું હતુ કે જયાં સુધી કોરોનાની માઠી અસર રહે ત્યાં સુધી જાહેર કે ખાનગી દેણાની ઉઘરાણી ટાળવી જી.૨૦ દેશોએ એવી કોઈ ચોખવટ કરી ન હતી કે દેણા કયાં સુધી વસુલ નહી કરાય અને કેટલા દેશોને આ લાભ મળશે એ જાહેર કરાયું નથી પણ ફ્રાંસના નાણા મંત્રી બ્રુનો લી મેટે જણાવ્યું હતુ કે સહારાના ૪૦, આફ્રિકન દેશો સહિત ૭૬ દેશોને આ લાભ મળો.
૦.૮ અબજ ડોલરના ખાનગી દેવું અને ૧.૨ અબજ ના અન્ય દેશોનું દેવું મળી કુલ ૨૦ અબજ ડોલરની વસુલાત હાલ કરવામાં નહી આવે.
આ ઉપરાંત વિશ્વ બેંક સહિતના ૧.૨ અબજ ડોલરની લોન પણ માફ કરવામાં આવશે.
ગરીબ દેશોના લોકોની જીંદગી બચાવવા અને લાખો લોકોનું જીવન ધોરણ સુધારવા માટેનું આ એક મહત્વનું અને ઝડપી પગલુ છે તેમ વર્લ્ડ બેંક ગ્રુપના પ્રમુખ ડેવીડ મેટલાસ અને આઈએસએફનાં એમ.ડી. ક્રિસ્ટલીના જયોર્જીઆએ સંયુકત નિવેદનમાં જણાવ્યું હતુ.
આફ્રિકન દેશોના અધિકારીઓએ તાજેતરમાં કોરોના સામેના જંગમાં લડવા માટે તબીબી સાધનો તથા લાખો ડોલરની નાણાકીય સહાય આપવા અપીલ કરી હતી. ખંડના ૫૪ દેશો પાસેથી રાહત દરે દવા, આવશ્યક ચીજ વસ્તુઓ મેળવવા માટે આફ્રિકન યુનિયને ચાર ખાસ અધિકારીઓને મૂકયા છે. અને આ માટેનું એક માળખું ઉભુ કર્યું છે.