Table of Contents

નડિયાદ અને કલોલમાં પ0 થી વધુ કોલેરાના કેસ આવતાં રાજકોટ, જુનાગઢ, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં સાવચેતી માટે આગોતરૂ આયોજન

ચોમાસમાં વકરતા કોલેરાને અટકાવા ગંદા પાણીનો નિકાલ અને ખાવા-પીવામાં કાળજી લેવી જરૂરી

ઝાડા, ઉલ્ટીના દર્દીઓએ તાકીદે સારવાર કરાવી અતિ જરૂરી

કોરોના મહામારી બાદ નડીયાદ અને કલોલમાં કોેલેરા રોગચારો વકળયો છે. પ0 થી વધુ દર્દીઓ કોલેરાગ્રસ્ત બનતાં રાજયમાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. રાજયનાં અન્ય શહેરોમાં કોલેરા પ્રસરે નહીં તે માટેની તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. સામાન્ય રીતે ચોમાસામાં ગંદા પાણીના કારણે થતાં કોલેરા પાણીજન્ય રોગ ગણવામાં આવે છે. પરંતુ સમયસર સારવાર અતિ જરુરી બને છે.

પરિસ્થિતિની સમીક્ષા કરી તાત્કાલીક જરૂરી પગલા લેવાની સુચના આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

amit shah1

કલોલ શહેરમાં ઉદભવેલ પરિસ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગાંધીનગર જીલ્લા કલેકટર તેમજ આરોગ્ય અધિકારી સાથે ટેલીફોનીક વાતચીત કરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને જરુરી તમામ પગલાઓ લઇ તાત્કાલીક અસરથી કાર્યવાહી કરવાની સુચના આપી છે.

કોલેરાની સમસ્યાના સંદર્ભમાં શકય તેટલી ઝડપથી આ રોગચાળા પર કાબુ મેળવવા તેમને સુચના આપી છે. સાથો સાથ કોલેરાને ડામવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં સમાવિષ્ટ નાગરીકોને જરુરી મેડીકલ સહાય તાત્કાલીક ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા કોલેરા ગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લઇ ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રત્યેક ઘર પર સર્વેલન્સ કરી ઓ.આર.એસ. અને કલોરીનની ગોળીઓ અને રોગચાળાની અટકાયત માટે જનજાગૃતિ માટે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ર4 કલાક હેલ્પલાઇન કરી નાગરીકોને શકય તમામ મદદ માટેના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. અને પ્રજાજનોને હાલના તબકકે પીવાનું શુઘ્ધ પાણી ટેન્કર દ્વારા પુરુ પાડવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં કોલેરાનો એક પણ કેસ સામે આવ્યો નથી: ડો. આર.એસ.ત્રિવેદી

rs trivedi

નડીયાદ બાદ કલોલના કોલેરાના કેસો સામે આવ્યા છે ત્યારે ગૃહમંત્રીના આદેશથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે. અને તકેદારીના પગલા લીધા છે ત્યારે રાજકોટના સુપ્રિન્ટેન્ડેટ ડો. આર.એસ. ત્રિવેદીએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ કોલેરાના કેસો છેલ્લા ત્રણ મહિનામાં એક પણ સામે આવ્યા નથી અને જાન્યુઆરીમાં માત્ર એક કેસ જ કોલેરાનો આવ્યો હતો જયા ગત વર્ષ 2020માં માત્ર છ કેસ જ  સામે આવ્યા હતા પણ ચોમાસુ માથે હોવાથી કોલેરાની સારવાર માટે પૂરતી તકેદારી રાખી તૈયારીઓ કરવામાં આવી છે અને મેડીકલ વોર્ડ 7,9,10 માં પૂરતા નીષ્ણાંતો ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. જો રાજકોટમાં કેસ નોંધાયતો તે દર્દીની સમયસર પૂરતી સારવાર અને કાળજી રાખી સ્વસ્થ કરવામાં આવશે  તેવું જણાવ્યામાં આવ્યું છે.

જુનાગઢમાં કોલેરાને પહોચી વળવા પુરતી તૈયારી: ડો. સુશીલ કુમાર

sushil

જુનાગઢની જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલના મેડીક સુપ્રીન્ટેન્ડન્ટે ડો. સુશીલ કુમારે ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ અમદાવાદમાં કોલેરાના કેસો સામે આવ્યા છે. તેની તાકીદે તંત્ર દોડતું થયું છે. અને હાલ જુનાગઢમાં છેલ્લા બે મહીનાથી કોઇપણ કેસ સામે આવ્યા નથી માત્ર માર્ચમાં બે કેસ આવ્યા હતા. જેને સમયસર સારવાર મળી હોવાથી તેઓ સ્વસ્થ થયા હતા.

જયારે ગત વર્ષે પણ માત્ર 10 થી 1ર કેસો જ સામે આવ્યા હતા. ને તેમાંથી કોઇપણ દર્દીની ગંભીર સ્થિતિ ન હતી આ રોગચાળો ચોમાસમાં વધુ વકરે છે. ત્યારે લોકોએ ગંદા પાણીથી દુર રહી અને ઘરોમાં પીવા માટે ફીલ્ટર વાળુ કે ઉકારેલુ પાણી પીવું જોઇએ અને સમયસર પાણીનો નીકાલ કરવો જોઇએ અને જો ઉલ્ટી કે ઝાડા જેવા લક્ષણો દેખાય તો સમયસર નિષ્ણાતનો અભિપ્રાય લેવો.

20 લીટર પાણીમાં એક કલોરીન ગોળીનો ઉપયોગ કરવો: ડો. નીલેશ રાઠોડ

nilesh rathod1

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન રાજકોટ જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં જે કોલેરાના કેસો સામે આવ્યાં છે. તેને લઇ જીલ્લા પંચાયત દ્વારા આગોતરી  તૈયારીઓ ગ્રામ્ય વિસ્તારોમાં જયા તળાવ, વરસાદનું પાણી પીવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાં કલોરીનની ગોળીઓ પાણીમાં મીકસ કરવામાં આવે છે. જેથી બેકટેરીયાનો નાસ થાય છે. કલોરીનની ગોળીઓ ર0 લીટર પાણીમાં એક ટેબ્લેટ ઉપયોગમાં લેવામાં આવે છે. જો કયારેક પાઇપલાઇન તૂટે અને તેમાં ગટરનું પાણી મકિસ થાય.

તો તે પાલપ લાઇનમાં કલોરીનની ગોળી મિકસ કરવામાં આવે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ગામ દીઠ પૂરતા પ્રમાણમાં પહેલેથી જ કલોરીન અને ડી.એચ. એલ પાઉડરનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જેથી તેમની પાસે પૂરતો સ્ટોક છે અને લોકોને કોલેરા ન થાય તે માટે સમજાવવામાં આવે છે.

કોલેરાથી બચવા શું ઉપચાર જરૂરી

કોલેરા રોગને અટકાવવા માટે તાકીદે ચિકિત્સક દ્વારા સારવાર લેવી જરૂરી છે. અને કોલેરાના લક્ષણો શરીરમાં ઉદભવે તો તેની જાણ ડોકટરને કરવી જરુરી છે. ગંભીર રીતે બીજા દર્દીઓને ઝડપથી કોલેરા બેકટેરીયામાંથી છુટકારો આપવા માટે એન્ટિબાયોટિકસનો ઉપયોગ કરવામાં આવે છે.

જેથી પ્રવાહીની જરુરીયાત અને બેકટેરિયાનું સમયને તેમની સ્ટુલમાં હાજર હોય તે ઘટાડી શકાય છે સાથે પાણીમાં કલોરિનની ગોળીઓ મૂકવામાં આવે છે અને ભોજનને સંપૂર્ણ પણે રાંધી અને આ રોગચાળો અટકાવી શકાય છે. જેમ કોરોનાથી બચવા વારંવાર અને સઁપૂર્ણ પણે હાથ ઘોવામાં આવે છે તેમ કોલેરાને અટકાવવા હાથ ઘોવાનું આવશ્યક છે. જેથી કોલેરાની સમયસર સારવાર લેવી જરુરી છે. તે વધુ લક્ષણો શરીરમાં દેખાય તો નિષ્ણાંતોની સલાહ લેવી અનિવાર્ય છે.

રાજકોટમાં કલોરીન ટેબ્લેટનું વિતરણ શરૂ કરાયું: મહાનગરપાલિકા આરોગ્ય અધિકારી

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા ના આરોગ્ય અધિકારી ડો. લલીત વાંજાએ જણાવ્યું હતું કે કોલેરા માટે આઇ.ડી.બી.એમ.એસ. દ્વારા વીકલ રીપોર્ટ  તૈયાર કરવામાં આવે છે જો કોઇ વ્યતિને ઝાડા કે ઉલ્ટીના કેસો સામે આવે તો જે તે વોર્ડના મેડીકલ ઓફીસરને જાણ કરી એલર્ટ કરવામાં આવે છે.

તેવા વિસ્તારોમાં કલોરીન ટેબ્લેટ આપવામાં આવે છે જેવા કે સ્લમ વિસ્તારોમાં જયાં કલોરીન વાળું પાણી ન પહોચ્યું હોય અને ડંકીનું પાણી પીવા માટે ઉપયોગમાં લેતા હોય તેવી જગ્યાએ કલોરીનની ગોળીઓ વિસ્તરણ કરવામાં આવે અને કેવી રીતે ઉપયોગ કરવો તેની સમાજ આપવામાં આવે છે.

હાલ નડીયાદ અને કલોલમાં કોલેરાના કેસો સામે આવતા બધા જ વોર્ડમાં એલર્ટ જાહેર કરી સમીક્ષા કરવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર, જામનગર અને મોરબીમાં લેવાયા અગમ ચેતીના પગલા

રાજકોટ અને જુનાગઢ સહીત સુરેન્દ્રનગર, જામનગર અને મોરબીમાં સીવીલ સર્જને ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ કોઇપણ કેસો સામે આવ્યા નથી પરંતુ ચોમાસુ માથે હોવાથી આગળ અમદાવાદ, કલોલ અને નડીયાદ જેમ જો કેસો સામે આવે તો તેની સામે હાલ તંત્ર તૈયાર છે.

અગામી તૈયારી દાખવીને જ નિષ્ણાંતોની ટીમ તૈયાર કરવામાં આવી છે. સાથે દવાનો પ્રરતો સ્ટોક રાખવામાં આવ્યો છે

અને જો દર્દી ગંભીર હોઇ અને દાખલ કરવો પડે તો તેના માટે હાલ બેડ પણ ફાળવી રાખવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.