રાજકોટમાં ૧૦૦૦થી વધુ સહિત કુલ ૫૧૦૦ આઈસોલેશન પથારીઓ તૈયાર
રાજયમાં કોરોના વાયરસના સંક્રમણ સામે જંગે ચડેલી વિજયભાઈ રૂપાણી રાજય સરકાર દ્વારા રવિવારે સાંજ સુધીમાં રાજયમાં કોરેનેશન દર્દીઓ માટેની આઈસોલેશન સુવિધાઓ ઉભી કરી લેવામાં આવી છે. જયારે બીજા દિવસ દિવસોમાં વધુ ૨૧૦૦ પથારીઓ આઈસીયુની સુવિધા સાથે ઉભી કરી લેવામાં આવશે.
મહેસુલ વિભાગના મુખ્ય અધિક સચિવ પંકજ કુમાર કે જેમને અમદાવાદ અને ગાંધીનગર જીલ્લાના રિસપોન્સટીમના ઈન્ચાર્જ તરીકે બે અઠવાડીયાઅગાઉ નિમણુંક કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે રાજયમાં ૩૦૦૦ પથારીઓ તૈયાર છે. અને દસ દિવસમાં બીજી ૨૧૦૦ તૈયાર થઈ જશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના દર્દીઓ માટે મહતમ સુવિધાઓ ઉભી કરવાનાં આદેશો આપ્યા હતા. રાજયમાં અમદાવાદમાં સૌથી વધુ અસર થઈ છે.અહી ૧૨૦૦ પલંગ તૈયાર કરી લેવામાં આવ્યા છે. ૧૦૦૦ એસવીપી હોસ્પિટલ અને સોલા હોસ્પિટલ, ૫૦૦ પથારીઓ રાજકોટમાં ૨૫૦ વડોદરામાં ઉભી કરવામાં આવી હોવાનું પંકજ કુમારે જણાવ્યું હતુ પંકજ કુમારે એમ પણ જણાવ્યું હતુકે મુખ્યમંત્રીએ બાકી રહેલા ૨૯ જિલ્લાઓમાં કોરોનાની સારવાર માટે ઓછામાં ઓછી ૧૦૦ પથારીઓ તૈયાર કરી લેવી આગામી ૧૦ દિવસમાં તમામ જીલ્લાઓમાં આઈસીયુની સુવિધા સાથે ૧૦૦-૧૦૦ પથારીઓની સુવિધા, વેન્ટીલેટર સહિતની લાઈફ સપોટીંગ વ્યવસ્થા દરેક કેન્દ્ર પર પૂરતા ડોકટરોમાટે સવલત ઉભી કરવામાં આવશે.