એસ.ઓ.જી. પી.આઇ. આર.વાય. રાવલની ગાંધીનગર નિમણુંક: ડી.સી.બી.ના છ ફોજદારની બદલી
અબતક-રાજકોટ
ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા ગૃહ મંત્રીને લખેલા પત્ર બાદ શરૂ થયેલા આક્ષેપોના પગલે પોલીસ અધિકારીઓની બદલી થતા પોલીસ ડીપાર્ટમેન્ટમાં ચકચાર જાગી છે. એક સમયે રાજકોટમાં પોસ્ટીંગ માટે પોલીસ અધિકારીમાં પડાપડી થતી હતી. આક્ષેપોના પગલે ચિત્ર બદલાયું છે. રાજકોટમાં પોલીસ અધિકારીઓ આવવા તૈયાર ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. પોલીસનું મોરલ ડાઉન થતાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવી કફોડી બની રહેશે તેવા નિર્દેશ મળી રહ્યા છે.
રાજકોટનાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા પોલીસ કમિશનર વિરુધ્ધ રાજયનાં ગૃહ મંત્રીને આક્ષેપો સાથે લખેલા લેટર બોંબનાં પડઘા પડયા છે. જેમાં રાજયનાં પોલીસ વડા દ્વારા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ ગઢવી અને એસઓજીનાં પીઆઇ રાવલ સહીત તમામ પીએસઆઇઓની જીલ્લા બહાર બદલીનાં હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જયારે ક્રાઇમ બ્રાન્ચનાં વિરલ ગઢવીને વડોદરા ટ્રેનીંગ સેન્ટરમાં અને એસઓજીનાં પીઆઇ આર.વાય. રાવલને ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. આ સહીત રાજયનાં 44 પોલીસ ઇન્સપેકટરોની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે.
વધુ વિગત મુજબ રાજકોટ સહીત રાજયમાં ટોક ઓફ ધ ટાઉન બનેલો કિસ્સો જેમાં ભાજપ શાસિત રાજયનાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેેલે ભ્રષ્ટાચારનાં આક્ષેપ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુધ્ધ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્ર બાદ એડીશ્નલ ડી.જી. વિકાસ સહાયને તપાસનાં આદેશો આપવામાં આવ્યા છે. તેમજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ઉપર એક પછી એક આક્ષેપોની ઝડી વરસી રહી છે. ત્યારે રાજયનાં પોલીસ વડા આશિષ ભાટીયા હરકતમાં આવી ક્રાઇમ બ્રાન્ચનાં પીઆઇ વિરલ ગઢવી અને એસઓજીનાં પીઆઇ આર.વાય. રાવલ અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનાં તમામ 8 ફોજદારોની બદલીનાં હુકમો કર્યા છે.
ક્રાઇમ બ્રાન્ચનાં પીએસઆઇ પી.એમ. ધાખડાને વડોદરા શહેર , વનરાજસિંહ જાડેજાને સુરત શહેર , ઝાલા મયુરધ્વજસિંહને પશ્ચિમ રેલ્વે અમદાવાદ, એમ.વી. રબારીને પશ્ચિમ રેલ્વે વડોદરા, વી.બી. જેબલીયાને વડોદરા શહેર, ખાચર જયરાજભાઇને ભુજ , અંસારી મહંમદ અસ્લમ શોકતઅલીને વડોદરા ગ્રામ્ય, તુષાર પંડયાને તાપી ખાતે બદલી કરવામાં આવી છે.
રાજયના 44 પોલીસ ઇન્સ્પેકટરની બદલી
જયારે રાજયનાં ડી.જી. આશિષ ભાટીયા દ્વારા સાથે સાથે 44 પોલીસ ઇન્સપેકટરની બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચનાં વિરલ ગઢવીને વડોદરા ટ્રેનીંગ સેન્ટરમાં , રાજકોટ શહેર એસઓજીનાં પીઆઇ આર.વાય. રાવલને ગાંધીનગર, રાજકોટ શહેરનાં વી.એસ. વણજારાને અમદાવાદ શહેર, રાજકોટ શહેરનાં બી.ડી. જીલરીયાને અમદાવાદ ગ્રામ્ય , સુરેન્દ્રનગરનાં ડી.એમ. દેસાઇને ગાંધીનગર , સીઆઇડી ક્રાઇમનાં એ.બી. ગોહીલને ભાવનગર , જુનાગઢ પીટીસીનાં એ.એન. ગાબાણીને સુરત શહેર , પંચમહાલનાં એ.બી. પંડયાના મોરબી , અમરેલી આર.એમ. ઝાલાને અમદાવાદ શહેર, એસીબીનાં ડી.કે. વાઘેલાને અમરેલી, પોરબંદરનાં એન.એન. રબારીને સાબરકાંઠા, આઇબીનાં બી.બી. કોળીને જુનાગઢ , આર.જે. ગોહીલને ભરુચ, એ.બી. પટેલને ગાંધીધામ , સાબરકાંઠાનાં એચ.એસ. ત્રીવેદીને ભુજ , સીઆઇડી ક્રાઇમનાં એસ.એફ. ચાવડાને પાટણ, પાટણનાં એસ.આર. ગાવીતને ભરુચ અને કે.જે. મકવાણાને રાજકોટ શહેર ખાતે બદલી કરવામાં આવી છે.