બોલીવૂડ હાર્ટ થ્રોબ હૃતિક ‘ક્રિશ’ રોશનનો આજે ૪૪મો બર્થ-ડે

આજે ૧૦મી જાન્યુઆરીના રોજ હૃતિક રોશનનો ૪૪મો બર્થ ડે છે. ‘અબતક’ તરફથી ‘ડુગુ’ (નિક નેમ)ને મેની મેની રીટર્ન્સ ઓફ ધ ડે. હૃતિકની જન્મ તારીખ છે. ૧૦ જાન્યુઆરી ૧૯૭૪. મુંબઈમાં મમ્મી પીન્કી રોશન અને ડેડી રાકેશ રોશનની ઘરે જન્મ્યો. હૃતિકને ઘરમાં જ બાળપણથી ફિલ્મી વાતાવરણ મળ્યું. ડેડી રાકેશ સ્ટાર હતા. કોલેજીયનોમાં ફેવરીટ હતા. કાકા રાજેશ સંગીતકાર, દાદા રોશન પણ બ્લેક એન્ડ વ્હાઈટ યુગના જાણીતા સંગીતકાર હતા. આમ છતાં હૃતિકનો ઉછેર એક સામાન્ય કિડ તરીકે થયો. તે ડેડી રાકેશનો આસિસ્ટન્ટ ડાયરેકટર (ફિલ્મ કરણ-અર્જૂન અને કોયલા) હતો. ત્યારે પણ તેને કારમાં નહીં બલ્કે ટ્રેનમાં આવવું જવું પડતું. તેના માટે હીરો બનવા માટે ફૂલોની સેજ તૈયાર ન હતી.

એક દિવસ તેણે કહેવું પડયું- “ડેડી, મારે ડાયરેકટર નહીં પણ હીરો બનવું છે. ત્યારબાદ ૨૦૦૦માં ફિલ્મ “કહો ના પ્યાર હૈ આવી અને રેસ્ટ ઈઝ ધ હીસ્ટરી. જયારે “કહો ના પ્યાર હૈ બ્લોક બસ્ટર સાબિત થઈ ત્યારે ફિલ્મ મેગેઝિન ‘સ્ટાર ડસ્ટ’એ ફ્રન્ટ પેજ પર લખ્યું કે ‘ખાન કી ખટિયા ખડી હો ગઈ’ મતલબ કે હવે શાહ‚ખનું આવી બન્યું અને સાચે જ ત્યારે શાહરુખનું સીગારેટ ફૂંકવાનું પ્રમાણ વધી ગયું હતું. જો કે હમણા હમણા હૃતિક તેની ફિલ્મો કરતા કંગના રનૌટ સાથેના વિવાદને લઈને સમાચારોમાં વધુ રહ્યો. છેલ્લે રીલીઝ થયેલી તેની ફિલ્મ ‘કાબિલ’ને ઠીક ઠીક કામિયાબી મળી છે.તેની આગામી ફિલ્મોમાં ‘સુપર થર્ટી’ મુખ્ય છે. આ સિવાય હોમ પ્રોડકશન ફિલ્મ ‘ક્રિશ-૪’ તો ખરી જ. ગુજરાતી કહેવત ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ની જેમ અત્યારે હૃતિકના જીવનમાં બે ચોગ્ગા (૪૪) ભેગા થયા છે. બધુ ધીમે ધીમે થાળે પડતું જાય છે બસ એક કમી છે તો સૂઝેનની.

ડીવોર્સ બાદ તેઓ મિત્રો છે. હૃદાન અને રેહાનના મમ્મી પપ્પા છે પણ મીયા-બીવી નથી !!! આજે પણ હૃતિકની બર્થ ડે પાર્ટીમાં સુઝેન હોવાની જ.

શું તમને ખબર છે ?

* હૃતિકને બાળપણમાં હકલાવાનો (બોલવામાં તકલીફ) પ્રોબ્લેમ હતો.

* હૃતિક પણ એક તબકકે શાહરુખની જેમ ચેઈન સ્મોકર હતો.

* એક લડકી ભીગી ભાગી સી… હૃતિકે જયારે સુઝેનને પ્રથમવાર જોઈ ત્યારે તે વરસાદમાં ભીગી ભીગી સી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.