શિયાળામાં પણ રાજકોટમાં રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે. મચ્છરોનો ત્રાસ સતત વધી રહ્યો છે છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ડેન્ગ્યુના બે સહિત તાવ, શરદી- ઉઘરસ અને ઝાડા-ઉલ્ટીના 613 કેસ નોંધાયા છે. મચ્છરોની ઉત્પતિ સબળ 331 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જયારે રરર ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું.
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે જેમાં શહેરની અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુમાં બે કેસ નોંધાયા છે. ચાલુ વર્ષ ડેન્ગ્યુના કુલ પાંચ કેસ નોંધાયા છે. આ ઉપરાંત શરદી ઉઘરસના 481 કેસ સામાન્ય તાવના 47 કેસ અને ઝાડા ઉલ્ટીના 83 કેસ નોંધાયા હતા. શિયાળાની ઠંડી સીઝનમાં પણ મચ્છરોનો ઉપદ્રવ વધવાના કારણે શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચકયું છે. રોગચાળાના નિયંત્રણ માટે 8162 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જયારે રરર ઘરોમાં ફોગીંગની કામગીરી કરાય હતી.
બાંધકામ સાઇટ, સ્કુલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પલેકસ, ભંગારના ડેલા, સેલર, હોલ, પાર્ટી પ્લોટ, ધાર્મીક સ્થળ, પેટ્રોલ પમ્પ, સરકારી કચેરી સહીત બિન રહેણાંક હોય તેવી 374 સ્થળે મચ્છરોની ઉદવતી અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.