સપ્તાહમાં મેલેરીયાનો માત્ર એક જ કેસ નોંધાતા આરોગ્ય શાખાની કામગીરી સામે શંકાની સોય: મચ્છરોની ઉત્પતિ સબબ ૧૧ને નોટિસ
શિયાળાની કાતિલ ઠંડીમાં શહેરમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. ચાલુ સપ્તાહે શહેરની અલગ અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના ૫૮૫ કેસો નોંધાયા છે. જો કે, લોકોમાં આશ્ર્ચર્ય ફેલાવે તે વાત એ છે કે, શહેરમાં અઠવાડિયામાં મેલેરીયાનો માત્ર એક જ કેસ નોંધાયો છે. મચ્છરોની ઉત્પતિ સબબ ૧૧ વ્યક્તિઓને નોટિસ ફટકારવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ અલગ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સામાન્ય શરદી-ઉધરસ તાવના ૩૨૮, ઝાડા-ઉલ્ટીના ૨૩૯, ટાઈફોઈડનો ૧, મરડાના ૪, અન્ય તાવના ૧૭ અને મેલેરીયાનો ૧ કેસ નોંધાયો છે. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૭૮૧૪ ઘરોમાં સર્વેની કામગીરી હા ધરવામાં આવી હતી. મચ્છરોની ઉત્પતિના ચેકિંગ માટે ૧૫૯ સ્ળે ચેકિંગ હા ધરાયું અને ઉત્પતિ સબબ ૧૧ આસામીને નોટિસ આપી હતી. ખોરાકજન્ય રોગચાળાની અટકાત માટે ૪૪ રેંકડી, ૩૧ દૂકાન, ૩ હોટલ રેસ્ટોરન્ટ, ૧૦ ડેરી ફાર્મ, ૪૫ અન્ય સ્થળ સહિત કુલ ૧૩૩ સ્ળે ચેકિંગ હાથ ધરાયું હતું અને ૩૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી ૩૨ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જાહેર સ્વાસ્થ્ય બાબતે અલગ અલગ સ્કૂલોમાં શાખા દ્વારા બાળકોને આરોગ્યલક્ષી સમજ આપવામાં આવી હતી.