ભારે વરસાદ અને લોકમેળાથી થયેલી ગંદકીના કારણે રોગચાળો વકર્યો: મેલેરીયા, ચિકનગુનીયા અને ડેગ્યુના દર્દીઓના ઘરે ઘરે ખાટલા
શહેરમાં છેલ્લા પાંચેક દિવસથી તાવ, શરદી અને ઉધરસના દર્દીઓમાં એકાએક વધારો નોંધાયો છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં ગત જુલાઇ માસની સરખામણીએ ઓગસ્ટ માસમાં ડબલથી વધુ દર્દીઓએ ઓપીટી અને ઇન્ડોર સારવાર લીધી છે. રોગચાળો વકરવા પાછળ ભારે વરસાદના કારણે ઠેર ઠેર ગંદકીના જામેલા ગંજ અને લોકમેળામાં થયેલી ભારે ભીડ જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. વર્ષ દરમિયાન સામાન્ય રીતે ઓગસ્ટ માસમાં રોગચાળો વધુ જોવા મળતો હોવાથી રાજયના આરોગ્ય કમિશનર જયંતી રવિએ પણ સ્ટાફને એલર્ટ રહેવા અને રોગચાળા સામે આગોત આયોજન કરી દવાનો પુરતો સ્ટોક ઉપલબ્ધ કરવા અંગે જાત નિરિક્ષણ કર્યુ હતું.
જન્માષ્ટમીના તહેવારની રજાના કારણે મોટી સંખ્યામાં સહેલાણીઓ બહારનું ખાતા હોવાથી વાસી ખોરાકના કારણે રોગચાળો વધુ વકરતો હોવાનું સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતાએ જણાવ્યું હતું અને ગત જુલાઇ માસની સરખામણીએ ઓગસ્ટ માસમાં તાવ, શરદી અને ઉધરસના દર્દીમાં વધારો થયો હોવાનું કહ્યું હતું.
રાજકોટમાં ભારે વરસાદ તેમજ જન્માષ્ટમીના મેળામાં ભારે ભીડ જામતી હોવાથી ચિકનગુનિયા, શરદી-ઉધરસ, મેલેરીયા અને ડેગ્યુંના દર્દીઓમાં વધારો થયો છે. ગત માસમાં ૫૭ જેટલા દર્દીઓને સારવાર માટે દાખલ કરાયા હતા તેની સરખામણીએ ઓગસ્ટ માસમાં ૧૦૦ જેટલા દર્દીઓને સારવાર માટે દાખલ કરાયા છે. તે રીતે ઓપીડી સારવારમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહમાં ૧૫ હજાર જેટલા દર્દીઓએ શરદી, ઉધરસ અને તાવની સારવાર લીધાનું નોંધાયું છે.
વરસાદનું પાણી ભરાવાના કારણે ડેગ્યુના મચ્છરનો ઉપદ્રવ વધતા ડેગ્યુના દર્દીઓમાં વધારો થયો છે. ગત માસે ડેગ્યુના ૨૭ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યારે ચાલુ માસમાં ૩૬ જેટલા ડેગ્યુંના દર્દીઓને દાખલ કરવા પડયા છે. મચ્છરથી થતા મેલેરીયાના તાવમાં પણ બમણો વધારો થયો છે. રોગચાળાને પહોચી વળવા માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં તબીબોનો પુરતો સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે તે રીતે સરકાર દ્વારા બીમારીને પહોચી વળવા માટે દવાનો પુરતો સ્ટોક પણ ઉપલબ્ધ કરી આપ્યાનું ડો.મનિષ મહેતાએ જણાવ્યું છે.
કોંગો ફિવરી ત્રણના મોત: એક સારવારમાં
કોંગો ફિવર રોગચાળાની કેબીનેટ બેઠકમાં ચર્ચા
સુરેન્દ્રનગરમાં કોંગો ફિવરે દેખા દેતા બે દર્દીઓના મોત નિપજતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જ્યારે ભાવનગરમાં પણ એક દર્દીનું કોંગો ફિવરના કારણે મોત નિપજયાનું નોંધાયું છે. કોંગો ફિવરે માુ ઉંચકતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે ત્યારે કોંગો ફિવર વિશે કેબીનેટ બેઠકમાં પણ તેની ચર્ચા કરવામાં આવી હતી અને રાજ્યના આરોગ્ય કમિશનર જયંતી રવિએ આરોગ્ય તંત્રને સતર્ક કર્યું છે. રાજ્યમાં ભયનો માહોલ સર્જનાર કોંગો ફિવર પશુ-પાલન વ્યવસાય કરતા લોકોમાં વધુ જોવા મળે છે. આ રોગ પશુઓ દ્વારા ફેલાય છે. ઈતરડી નામની જીવાત કરડવાી કોંગો વાયરસની અસર તી હોય છે. માલધારીઓ અને પશુપાલકોને આ રોગ વાની સંભાવના વધુ રહે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જામવડી ગામના સુકીબેન મોણીયાનું તા વધુ એક મહિલાનું કોંગો ફિવરી મોત નિપજયાનું સામે આવ્યું છે. ત્યારે ભાવનગરમાં પણ એક દર્દીનું કોંગો ફિવરના કારણે મોત નિપજયું છે.