ડેન્ગ્યૂના ચાર અને મેલેરિયાના પણ બે કેસ નોંધાયા મચ્છરની ઉત્પતિ સબબ 666 આસામીઓને નોટિસ
સતત વાદળર્છાંયા વાતાવરણને કારણે શહેરમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તાવ, શરદી-ઉધરસ, અને ઝાડા-ઉલ્ટીના 500 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યૂ અને મેલેરિયાનો પણ એક-એક કેસ નોંધાયો છે. મચ્છરની ઉત્પતિ સબબ 665 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા એક સપ્તાહ દરમિયાન રાજકોટમાં શરદી-ઉધરસના 306 કેસ, સામાન્ય તાવના 78 કેસ, ઝાડા-ઉલ્ટીના 115 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના બે અને ડેન્ગ્યૂના ચાર કેસ નોંધાયા છે. રોગચાળાને નાથવા માટે 58062 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 1170 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. બિન રહેણાંક હોય તેવી 544 પ્રિમાઇસિસમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન મચ્છરોની ઉત્પતિ સબબ 665 આસામીઓને નોટિસ ફટકારી રૂ.69750નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે.