મચ્છરોની ઉત્પતિ સબબ બે દિવસમાં ૧૦૮ હોસ્પિટલ અને ૫૫ બાંધકામ સાઈટ સહિત ૨૫૬ સ્થળોએ ચેકિંગ: મચ્છરોના પોરા મળતા ૧૫૩ને નોટિસ, રૂ.૬૦,૪૫૦નો વહીવટી ચાર્જ વસુલાયો

ચોમાસાની સીઝનમાં મચ્છરજન્ય રોગચાળાને વકરતો અટકાવવા માટે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા બે દિવસમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૧૦૮ હોસ્પિટલ, ૫૫ બાંધકામ સાઈટ સહિત કુલ ૨૫૬ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં દર્દી સ્વસ્થ થવાના હેતુ સાથે જતો હોય છે તે હોસ્પિટલ જાણે રોગચાળાનું ઘર હોય તેમ ૩૭ હોસ્પિટલોમાંથી મચ્છરોના પોરા અને ઉત્પતિ મળી આવી હતી. મચ્છરની ઉત્પતિ સબબ ૧૫૩ લોકોને નોટિસ ફટકારી રૂા.૨૬૪૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલોમાં ચેકિંગ દરમિયાન સુશોભન માટે રાખવામાં આવેલા ફૂવારા, અગાસી પર રાખવામાં આવેલ ભંગાર, પક્ષીકુંજમાં મચ્છરો મળી આવ્યા હતા.

ચેકિંગ દરમિયાન ૧૫૦ ફૂટ રીંગ રોડ પર પર્લ વુમન હોસ્પિટલ, ગાયત્રીનગર મેઈન રોડ પર કુંદન હોસ્પિટલ, મંગળા રોડ પર ડો.વિવેક જોશીની હોસ્પિટલ, નવલનગર-૧માં શ્રેયસ હોસ્પિટલ, મંગળાનગર મેઈન રોડ પર દેવર્શ હોસ્પિટલ, જોઈન્ટ કેર હોસ્પિટલ, મંગલમ હોસ્પિટલ, ધોળકીયા ઓર્થોમેડીક હોસ્પિટલ, કસ્તુરબા રોડ પર પ્લાઝા હોસ્પિટલ, ભગવતીપરા મેઈન રોડ પર યદુનંદન હોસ્પિટલ, રણછોડનગરમાં બેબીકેર હોસ્પિટલ, દેવસ્થ હોસ્પિટલ, આનંદ હોસ્પિટલ, આશિર્વાદ હોસ્પિટલ, મધુરમ હોસ્પિટલ, ડો.સ્વાતી હોસ્પિટલ, સરદાર પટેલ હોસ્પિટલ, ડો.રાજેશ ગાંધી હોસ્પિટલ, ડો.રાજુ સાગરની હોસ્પિટલ, જગન્નાથ સોસાયટીમાં કલરવ હોસ્પિટલ, શ્રધ્ધા હોસ્પિટલ, ઓમનગરમાં મીટીડર્જ હોસ્પિટલ, રૈયા ચોકડી પાસે રાધે હોસ્પિટલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર માથુર હોસ્પિટલ, રૈયા રોડ પર મધર કેર હોસ્પિટલ, સાધુ વાસવાણી રોડ પર ક્રિષ્ના ગાયનેક હોસ્પિટલ, શાંતિ મલ્ટી સ્પે. હોસ્પિટલ. કિલોલ ચાઈલ્ડ કેર હોસ્પિટલ, કૃષ્ણનગર મેઈન રોડ પર સોમનાથ હોસ્પિટલ, સંકલ્પ હોસ્પિટલ, જયંત કે.જી. મેઈન રોડ પર શિવાનંદ હોસ્પિટલ, પારિતોષ હોસ્પિટલ, ગાયત્રીનગર મેઈન રોડ પર કુંદન હોસ્પિટલ, કુવાડવા રોડ પર ગોકુલ હોસ્પિટલ, કોઠારીયા મેઈન રોડ પર  લોટસ અને નક્ષકિરણ હોસ્પિટલમાંથી મચ્છરોના લારવા મળી આવતા નોટિસ ફટકારી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

ચેકિંગ દરમિયાન નારાયણનગર, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રેલનગર, નિરંજન સોસાયટી, શિવાજી પાર્ક, ગોંડલ રોડ, લોહાનગર, મનહર પ્લોટ, શિવધારા મેઈન રોડ, સાધુ વાસવાણી કુંજ રોડ અને રેસકોર્સ રીંગ રોડ પર ચાલતી બાંધકામ સાઈટ પર પણ મચ્છરોના લારવા મળી આવતા નોટિસ ફટકારી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. બે દિવસમાં ૧૦૮ હોસ્પિટલ, ૫૫ બાંધકામ સાઈટ સહિત કુલ ૨૫૬ જગ્યાએ ચેકિંગ હાથ ધરાયું હતું. જે જગ્યાએ મચ્છરોની ઉત્પતિ જણાય ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.