બેવડી સિઝનમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. ડેન્ગ્યૂ અને ચિકન ગુનિયાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરના 80 ફૂટ રોડ પર ખાનગી હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી તાવની સારવાર લઇ રહેલી એક મહિલાનું આજે મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેને ડેન્ગ્યૂ હોવાની શંકા સેવાઇ રહી છે. જો કે, કોર્પોરેશનના રેકોર્ડ પર આજે ડેન્ગ્યૂથી એકપણ મોત થયું હોવાનું નોંધાયું નથી.
એક સપ્તાહમાં ડેન્ગ્યૂના નવા 10 કેસ નોંધાયા: શરદી-ઉધરસના 805, ઝાડા-ઉલ્ટીના 209, સામાન્ય તાવના 67 કેસ મળી આવ્યા: મચ્છરોની ઉત્પતિ સબબ 483 આસામીઓને નોટિસ, 40ને દંડ
બનાવા અંગેની મળતી માહિતી અનુસાર રાજકોટમાં 80 ફૂટ રોડ પર પુનિત નગરમાં આવેલ શિવવાટિકા સોસાયટી શેરી નંબર એકમાં રહેતા માધવીબેન સંદીપભાઈ ભંડેરી નામના 31 વર્ષે મહિલા નું ગઈકાલે ડેન્ગ્યુની બીમારીથી મોતની નીપજતા પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. બનાવની પોલીસને થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી જ્યારે પરિવારજનોની પ્રાથમિક પૂછતાછ કરતા તેમને જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે માધવીબેન ને સતત બે દિવસ સુધી તાવ આવતો હોવાથી તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જે તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારે તબીબ હોય તેને ડેન્ગ્યુ થયું હોવાનો પ્રાથમિક તારણ આપ્યું હતું. જ્યારે માધવીબેન ના મોતથી એક પુત્ર એ માતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યુ છે.
ઉલેખનીય છે કે, સિઝનલ રોગચાળાએ ફરી માથું ઉચકતા હાલ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે જેથી રોગ શાળાને કાબુ મેળવવા માટે તંત્ર દ્વારા આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગત સપ્તાહે ડેન્ગ્યૂના નવા 10 કેસ મળી આવ્યા હતા. જ્યારે મેલેરિયા અને ચિકન ગુનિયાનો એક-એક કેસ નોંધાયો છે. શરદી-ઉધરસના 805 કેસ, સામાન્ય તાવના 67 કેસ અને ઝાડા-ઉલ્ટીના 209 કેસ નોંધાયા છે. ટાઇફોઇડ તાવનો પણ એક કેસ મળી આવ્યો છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે 95,166 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 3671 ઘરોમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રહેણાંક હેતુની 360 અને કોમર્શિયલ હેતુની 123 મિલકતોને મચ્છરની ઉત્પતિ સબબ નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે 40 આસામીઓ પાસેથી રૂ.39,300નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.