જુનાગઢ: વરસાદ બાદ રોગચાળાએ ફરી માથું ઉચક્યું છે. બેવડી ઋતુના કારણે લોકો બીમારીનો શિકાર થઇ રહ્યાં છે. ત્યારે ફરી એક વાર શહેરમાં પાણીજન્ય અને મચ્છર જન્ય રોગોમાં વધારો થયો છે. શરદી, ખાંસી, તાવ અને ઝાડા-ઉલ્ટીના લક્ષણો સાથે બાળ દર્દીઓથી જૂનાગઢની સિવિલ હોસ્પિટલની ઓપીડી ઉભરાઈ રહી છે. જેમાં છેલ્લા બે માસ દરમિયાન ઝાડા ઉલટી શરદી ઉધરસ મેલેરિયા ડેન્ગ્યુના કેસો જોવા મળ્યા છે જેમાં સૌથી વધુ ઝાડા ઉલટીના ગત જુલાઈ માસમાં 321 અને ઓગસ્ટમાં 199 કેસ નોંધાયા હતા.
વરસાદે વિરામ લીધો છે પરંતુ રોગચાળો ફાટી નીકળ્યો છે. જેથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી છે તેમજ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ દિવસેને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે જે અંગે વિગતવાર વાત કરવામાં આવે તો ગત જુલાઈ માસ દરમિયાન શરદી ઉધરસાવના કુલ 85 કેસ,ઓગસ્ટમાં 119 અને સપ્ટેમ્બરમાં અત્યાર સુધી 68 કેસ નોંધાયા છે. તેની સામે ઝાડા ઉલટીના કેસ પર નજર કરીએ તો જુલાઈમાં 321 ઓગસ્ટમાં 199 અને સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં 99 કેસ નોંધાયા છે તેમજ ડેન્ગ્યુના ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બે બે કેસ નોંધાયા હતા તો મેલેરિયાના ઓગસ્ટ માસમાં ચાર અને સપ્ટેમ્બર માસમાં એક કેસ નોંધાયો છે.
હાલ ડેન્ગ્યુ મેલેરિયા સહિતના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે મચ્છર જનીનો રોગો વધવાની શક્યતાઓ છે જેને લઇ સૌ કોઈએ સાવચેતી રાખવા તેમજ નાના બાળકો અને સગર્ભા મહિલાઓએ દવા યુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ તેવું સૂચન મેડિકલ સુપ્રિન્ટેડ કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
ચિરાગ રાજ્યગુરુ