સદ્ભાવના વૃઘ્ધાશ્રમના સહયોગથી જાત-જાતના વૃક્ષો રોપાયા
ભૂદેવ સેવા સમિતિ સંસ્થાના પ્રમુખ અને ઋષિ વાટિકા સોસાયટીના અગ્રણી તેજસ ત્રિવેદી જણાવે છે કે આજકાલ જયારે ચારે બાજુ તમામ પ્રકારનું ફેલાય રહેલ છે ત્યારે વૃક્ષો જ આપણા માટે આશીર્વાદ રૂપ સાબિત થાય છે. વૃક્ષ આપણને પુષ્કળ માત્રામાં ઓકસીજન પૂરો પાડે છે અત્યારના કોરોના મહામારીના સમયમાં ઓકસીજનનું મહત્વ દરેક લોકોને સમજાય ગયું છે. તેમજ એવું કહેવાય છે કે ત્રીજુ વિશ્ર્વયુઘ્ધ પાણી માટે હશે. આપણે વૃક્ષોને બચાવીશું તો જ વરસાદનું પ્રમાણ વધશે તેમજ આપણે લોકો વૃક્ષનું મહત્વ સમજશું તો તો આવનાર પેઢીને ખુબ જ સારો સંદેશ મળશે.
વૃક્ષના અનેક ફાયદાઓ છે જયારે ઋષિ વાટીકા સોસાયટી ૧પ૦ ફુટ રીંગ રદડ વોર્ડ નં.૧ માં આવેલ તેના સોસાયટીના પર્યાવરણ પ્રેમી સભ્યો દ્વારા કરેલ આસોપાલવ, ગુલમહોર, બીલ્લી, સવન, કરંજ વગેરે સદભાવના વૃઘ્ધાશ્રમના સહયોગથી વૃક્ષારોપણ કરેલ અને સોસાયટીના સભ્યોએ વૃક્ષોની ઉછેરવાની અને સમય સમય પર માવજત કરવાની પ્રતિજ્ઞા લીધી અને વધુમાં વધુ બીજી સોસાયટીમાં વૃક્ષારોપણની બાહેધરી આપેલ હતી.