- ગીફટ ટુ નેચર ડિવાઈસથી છોડને નીરંતર પાણી મળી રહે
આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસ છે. ત્યારે લોકો પર્યાવરણ જાગૃતિ માટે અનેક પ્રયાસો કરતા હોય છે. ત્યારે આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિતે જાગૃતિબેન ખીમાણી, નીલ અને વ્રીતિકા દ્વારા આજે સાંજે 5 વાગે નિ:શુલ્ક છોડ વિતરણ કરાશે.આજ રીતે નીલ અને વ્રીતિકા દ્વારા પર્યાવરણ બચાવવા અનેક પ્રયાસો થતા હોય તેમાંથી નીલ અને વ્રીતિકા દ્વારા એક અનોખો પ્રોજેકટ તૈયાર કરાયો છે. જેનું નામ ગીફટ ટુ નેચર છે. આ એક એક ડિવાઈસ છે.જેમાં છોડને રેગ્યુલર પાણી મળી રહેશે. આ ડિવાઈસ એક સાથે ત્રર ચાર છોડ વચ્ચે ગોઠવી શકાય.
આ ડિવાઈસ એવી રીતે તૈયાર કરાયું છે. જેમાં એક કુંડામાં 5 લીટર જેટલું પાણી સમાઈ શકે છે. બીજુ કુંડુ પક્ષીઓ પાણી પી શકશે. બોટલમાં નીચે રૂની વાટ છે જેનાથી છોટને પાણી મળતુ રહેશે. જેનાથી અકે સાથે ત્રણ ચાર પ્લાન્ટ ડેવલોપ થશે.
છોડ તમે વાવો, પાણી રેગ્યુલર મળતુ રહે તેવી નવી નવી ડિઝાઈન અમે આપીશું તેમ નીલ અને વ્રીતિકાનું સુત્ર છે. તો ચાલો આ પર્યાવરણ દિવસે વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને આવા ડીવાઈસથી અને અમારા મેજિક કુંડાથી છોડવાઓને વૃક્ષો બનાવીએ વધુ વરસાદ આવે તે પહેલાં, રેનવોટર હાર્વેસિ્ંટગ, ની સીસ્ટમ જો આપણા ઘરમાં નો હોય તો લગાવીએ ગીફટ ટુ નેચર ડીવાઈસ સેટ 450 થી 500 રૂ. માં બની જશે અને લાંબો સમય ચાલશે અંતરિયાળ વિસ્તારોમાં પણ ઉપયોગી થશે તેને મોટા કુંડાઓમાં કે ફળિયામાં ત્રણ ચાર છોડ વચ્ચે ગોઠવી શકાય