ગુજરાતના દરિયાકાંઠે ગ્લોબલ વોર્મિંગની સૌથી વધુ ઇફેક્ટ, મેંગ્રોઝનાજંગલ ઘટતાં  દરિયાના પાણી ભૂગર્ભમાં ઘુસ્યા… તકેદારી નહીં રાખવામાં આવે તો અનર્થ સર્જાશે

ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અને પર્યાવરણની છેડખાની સમગ્ર વિશ્વને આકરા પરિણામો ભોગવવાની આલબેલ આપતા રહેશે ત્યારે ગુજરાતના દરિયાકાંઠા પર પર્યાવરણની છેડખાની ના આવડા પરિણામો દેખાઈ રહ્યા હોય તેમ દિવસે દિવસે કાંઠાળ વિસ્તારમાં ખારા પાટનું પ્રમાણ વધી રહ્યું છેદેશ નો

સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતા ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દરિયા કાંઠા વિસ્તારના પ્રદેશોમાં ખારાસનું પ્રમાણ જે ઝડપથી આગળ વધી રહ્યું છે તે જોતાં આ પરિસ્થિતિને જો રોકવામાં નહીં આવે તો ગુજરાતની ખેતીની ફળદ્રુપ જમીનો ખારાપાટ થઈ જતાં વાર નહીં લાગે, ગુજરાતના દરિયાકાંઠે છેલ્લા બે દાયકામાં પર્યાવરણ સંબંધી પ્રતિકૂળ સંજોગોને કારણે કાંઠા વિસ્તારોમાં જમીનની ખારાશ વધતી જાય છે ગુજરાત ઇકોલોજી સોસાયટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં ખરા પટ વધવાના કારણમાં દરિયાકાંઠા વિસ્તારમાં લોકો ખેતી માંથી ઉદ્યોગ તરફ વલી રહ્યા છે અને ૧૯.૬૩ટકા વધારો થયો છે.

બીજા કારણમાં દરિયાકાંઠા વિસ્તારમાં કામ ધંધા માટે લોકોની વસ્તી વધતી જાય છે અને છેલ્લા બે દાયકામાં દરિયાકાંઠાના ૭૪ નાના ગામડા મોટા શહેરોમાં ફેરવાઈ ગયા છે વિકાસની સાથે સાથે પર્યાવરણના અસંતુલનને કારણે દરિયા વિસ્તાર માં મેંગરોવ્ઝ ના જંગલો ઓછા થતા જતા હોવાથી દરિયાનું ખારું પાણી જમીનમાં આગળ વધી રહ્યું છે જો આ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો ભૂગર્ભમાં વરસાદનું પાણી ઉતારવાનું પ્રમાણ વધારવું પડશે અને ઔદ્યોગિક વિકાસની સાથે સાથે આગળ વધતો અટકાવવા માટે ઢાલ નું કામ મેંગરોવઝ ના જંગલો નું પ્રમાણ વધારવું પડશે

ના ગુજરાત ઇકોલોજીકલ સોસાયટીનાડાયરેક્ટર જયેન્દ્ર લખમપુરા નામ તે ખારાપાટ ની સમસ્યા ના મુળમાં ભૂગર્ભ જળ નું વધી રહેલો ઉપયોગ, ખેતી ઉદ્યોગ અને ઘરેલુ વપરાશ માટે  બેફામપણે પાણી વપરાય છે પરંતુ જળસંચય થતું નથી જો દરિયા ના પાણી ને જમીનમાં આગળ વધતા અટકાવવા છે તો ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના વિસ્તારમાં ખાસ કરીને જ્યાં શહેરી કરણ થયું છે તેવા વિસ્તારમાં મેંગલોર ના જંગલો વધારવા પડશે અને વરસાદનું પાણી જમીનમાં ઉતારવાની પ્રવૃત્તિઓને વેગ આપવો પડશે ગુજરાતના દરિયાકાંઠે પર્યાવરણની જાળવણી બેદરકારી અટકાવવામાં નહીં આવે તો તેના પરિણામો માઠા આવશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.