નવરંગ નેચર કલબ અને આહિર એકતા મંચનું સંયુકત આયોજન: ૧પ૦૦૦ ફળાઉ રોપાનું રાહત દરે વિતરણ થશે: ૧પ૦ કીમીની યાત્રામાં ૬૦ ગામ આવરી લેવાશે: પ્રકૃતિ પ્રેમીઓ ‘અબતક’ની શુભેચ્છા મુકાલાતે

આકરા ઉનાળામાં સૌરાષ્ટ્રમાં પાણીની ભયંકર કટોકટી થવા લાગીછે જયાં પીવાના પાણીની ખેંચ હોય ત્યાં ખેતીવાડી માટે પાણીની વાત કરવી અધરી છે. પાણીની કટોકટી કાયમી ધોરણે નિવારવાની હોય તો વરસાદી પાણી લોકો ભુગર્ભમાં ઉતારતા થાય તે ખુબ જરુરી છે. ખેડુતો પોતાના ખેતરના શેઢે એક સોસ ખાડો કરે તો વરસાદી પાણી નજીવા ખર્ચે જમીનમાં ઉતારી શકાય. સોષખાડો ૧૦+૧૦+૫ અથવા ૨૦+૨૦+૫ ફુટ નો કરી શકાય. એક બાજુ સેવાઇ કરી હોય તો ભુલથી ખાડામાં કોઇ પડી જાય તો સહેલાઇથી નીકળી શકાય અને જયાં પણ નકામા થયેલા બોર હોય તે રીચાર્જ કરી શકાય અને નકામા કુવા પણ રીચાર્જ કરી શકાય.

નવરંગ નેચર કલબનો મુખ્ય હેતુ વધુ વૃક્ષો વવાય તે માટે ખેડુતોને પ્રોત્સાહન પુરુ પાડવું અને ચોમાસામાં તેની જરુરીયાત મુજબના કલમી, બીન કલમી ફળાઉ રોપા રાહત દરે આપવા છે. ખેડુતોને પોતાના ગામ બેઠા જો રાહત દરે રોપા મળે તો થોડા થોડા તે જરુર વાવતા હોય છે. થેથી રાજકોટથી ભાણવડ (વાયા: કાલાવડ-લાલપુર) સુધીની મોટર સાયકલ પર્યાવરણ યાત્રા તા. ૫-૬ થી ૬-૬ સુધી કરવાની છે.

જેમાં રસ્તાની બન્ને બાજુએ આવેલા ગામમાં પર્યાવરણ જાગૃતિની વિવિધ મુદ્દા પર ચર્ચા થશે. કુલ ૬૦ ગામ અને ૧પ૦ કી.મી. ની આ યાત્રામાં ૧ ટુકડીઓ ફરશે. પહેલી રાત લાલપુર ખાતે અને બીજી રાત ભાણવડ ખાતે રાત્રી રોકાણ રહેશે. પર્યાવરણ યાત્રા પહેલા આ રુટ ઉપરના ગામોમાં જઇ પર્યાવરણ પ્રેમીઓ અને પ્રગતિશીલ ખેડુતોને યાદી બનાવી પર્યાવરણ યાત્રા વખતે તેઓના સહકારથી ગામનાં નાના નાના ગ્રુપ બનાવી પર્યાવરણનું કામ કેવી રીતે થઇ શકે તેની ચર્ચા કરીશું.

આ રુટ ઉપર ૧પ૦૦૦ કલમી અને બીન કલમી ફળાઉ રોપાનું રાહત દરે વિતરણ કરવાનું લક્ષ્યાંક છે આ યાત્રા પુરી થયા બાદ તુરંત સૌરાષ્ટ્રના દરેક તાલુકાથી બીજા તાલુકા સુધીની પર્યાવરણ આરોગ્ય કપડાની થેલીનો વપરાશ વધારી પ્લાસ્ટીકનો વપરાશ બંધ કરવો, વાડીએ ફરતે જીવંતવાડના ફાયદા, માટીના પાણીના પરબ, ચણની ડીસ પક્ષીઓ માટે મુકવી, જંક ફુડ અને ફાસ્ટ ફુડ બંધ કરવું, આંગણે વાવો શાકભાજી જેવા અનેક મુદ્દાની અમલવારી થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. પર્યાવરણ યાત્રાને સફળ બનાવવા પ્રકૃતિ પ્રેમીઓ વી.ડી.બાલા, અર્જુન ડાંગર, કિશોર મકવાણા, હર્ષદ પટેલ, ઉર્વેશ પટેલ, ચિરાગ ધામેચા અને અર્જુન આંબલીયાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.