ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રાજયમાં પર્યાવરણ સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે અમલીકરણના ભાગરૂપે ગુજરાત ઈકોલોજી કમીશન ગાંધીનગર દ્વારા ગ્રીન એન્ડ બ્લુ ગુડ ડિડ્સ વિષયની તાલીમનું આયોજન હાથ ધરવામાં આવેલ જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સણોસરા ગામ મુકામે તારીખ ૧૨૦૨૨૦૧૯ ના રોજ તાલીમ શિબીર યોજવામાં આવેલ જેમાં પર્યાવરણને લીલુંછમ રાખવાના ઉપાયો જેવા કે જે ઉર્જા, જળ સંસાધનો, જૈવિક વિવિધતા, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન, દરિયાઇ જીવોનું સંરક્ષણ વગેરે અંગે પ્રોજેક્ટર દ્વારા તેમજ વિવિધ રમતો જેવી કે સાપસીડી, પ્રશ્નોત્તરી હરીફાઇ તથા અન્ય ટુચકાઓ દ્વારા પર્યાવરણ જાળવણી બાબતે શ્રી જય બજરંગ ગ્રામ વિકાસ ટ્રસ્ટ, સુરેન્દ્રનગર દ્વારા માહિતી પુરી પાડવામાં આવેલ આ તાલીમમાં બહોળી સંખ્યામાં ભાઇઓબહેનો, બાળકો ગ્રામ પંચાયત સદસ્યો, ગામના સરપંચ, શિલ્પાબેન રાજુભાઇ પરમાર ઉપસરપંચ, આંગણવાડી વર્કરો, આશાવર્કરો, વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.