પર્યાવરણ સંરક્ષણ માટેનો એકમાત્ર ઉપાય વૃક્ષોની જાળવણી છે. હાલ જેટલા પ્રમાણમાં વૃક્ષો કપાઈ રહ્યા છે. તેટલા પ્રમાણમાં વૃક્ષારોપણ થતુ ન હોવાથી પર્યાવરણમાં અસમતુલા જળવાઈ રહી છે. લોકો આજે પણ પોતાના નાના એવા સ્વાર્થ માટે મોટા એવા વૃક્ષને કાપતા જરા પણ ખચકાતા નથી. હાલની પરિસ્થિતિમાં દિર્ધ દ્રષ્ટી વાળા બુધ્ધિજીવી નાગરીકો સમગ્ર માનવજાતના કલ્યાણાર્થે વૃક્ષોનું પ્રમાણ વધારવા માટે મથામણ કરતા જોવા મળે છે. પરંતુ આવા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. લોકો પોતાના સ્વાર્થે વૃક્ષોને આડેધડ કાપવા લાગતા પયાવરણ આજે ‘દીન’ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે લોકોએ જાગૃત થઈને ભાવી પેઢી માટે પર્યાવરણનું જતન કરવું તે સમયની માંગ છે.
પર્યાવરણ આજે પણ ‘દીન’
Previous Articleફક્ત અંગ્રેજી જ નહીં…! અંગ્રેજીની આવડત પણ શીખો…
Next Article અમરેલીમાં એસપી તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક